________________
(૯) સંગ્રહની વિગત :–
આ સંગ્રહમાં (૧) શ્રીમદજીના મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પગે; (૨) સ્વતંત્ર કાવ્યો, (૩) મેક્ષમાળા, ભાવનાબોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ સ્વતંત્ર ગ્રંથ; (૪) મુનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ આદિ સ્વતંત્ર લેખ; (૫) પુષ્પમાળા, બોધવચન, વચનામૃત, મહાનીતિ આદિ સ્વતંત્ર બેધવચનમાળાએ; (૬) પંચાસ્તિકાય ગ્રન્થનું ગુર્જર ભાષાંતર; (૭) શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓને અનુવાદ તથા સ્વરદયજ્ઞાન, દ્રવ્યસંગ્રહ, દશવૈકાલિક આદિ ગ્રંથમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર, આનંદઘન વીશીમાંથી કેટલાક સ્તવનના અર્થ; (૮) વેદાંત અને જૈન દર્શન સંબંધી નાધે; (૯) સં. ૧૯૪૬ ની રોજનીશી આદિ શ્રીમદજીનું લખાણ આંક ૧ થી ૯૫૫, પાન ૬૬૦ સુધીમાં આપવામાં આવેલ છે. આંક ૭૧૮ માં આ ગાથાઓનું આપેલ ટૂંકું વિવેચન શ્રી અંબાલાલભાઈએ કરેલ છે, જે શ્રીમદજી જોઈ ગયા છે. વિવેચન સાથે શ્રીમદજીએ પિતે લખેલ કોઈ કઈ ગાથાઓનું વિસ્તૃત વિવેચન પણ આપવામાં આવ્યું છે. પાન ૬૬૧ થી પાન ૭૮૫ સુધીમાં ઉપદેશનેધ, ઉપદેશછાયા, વ્યાખ્યાનસાર ૧ અને ૨ આપવામાં આવેલ છે. આ લખાણ શ્રીમદજીના ઉપદેશ તથા વ્યાખ્યાનેની મુમુક્ષુઓએ લીધેલ નધનું છે. ઉપદેશછાયા જેવો વિભાગ શ્રીમદજીની દષ્ટિતળે આવી ગયાનું સાંભળ્યું છે.
પાન ૭૮૬ થી ૮૩૩ સુધીમાં શ્રીમદજીના પિતાના હસ્તાક્ષરે લખાયેલ ત્રણ હાથને (ડાયરીઓ) આપવામાં આવી છે.
આ આવૃત્તિસંબંધી સામાન્ય વિગત :– ૧. આ આવૃત્તિમાં પ્રથમની આવૃત્તિઓમાં નહીં પ્રગટ કરેલ એવું ઘણું સાહિત્ય ઉમેરવામાં આવ્યું છે. ૨. મૂળ લખાણમાં–શ્રીમદજીનું પિતાનું લખાણ-આધારભૂત જણાયું એટલું લીધું છે. પ્રથમની
આવૃત્તિઓમાં મૂળ લખાણરૂપ છપાયેલ પણ ખરી રીતે ઉપદેશનેધ હોવાથી તે લખાણ
ઉપદેશને ધમાં મૂક્યું છે. ૩. શ્રી પરમશ્રત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિમાં ત્રણે હાથનેધનાં લખાણું–લખાણે પરથી
મિતિનું અનુમાન કરી તે તે વર્ષના ક્રમમાં છાપવામાં આવેલ છે. આ આવૃત્તિમાં એમ કર્યું
નથી. પણ પ્રથમની આવૃત્તિ પ્રમાણે ત્રણે હાથને સળંગ આપી છે. ૪. પ્રથમની આવૃત્તિઓમાં કેટલાક સ્થળે એક જ લખાણના ભાગે કરી જુદા જુદા આંક નીચે
આપવામાં આવ્યા છે. તેમ કેટલાંક લખાણે જુદાં હોવા છતાં એક આંક નીચે આપવામાં આવેલ છે. પણ આ આવૃત્તિમાં બધાં તે મૂળ આધારને અનુસરી એક લખાણ એક આંક
નીચે આપ્યું છે. ૫. મૂળ લખાણમાં આવતાં વ્યક્તિઓનાં નામ ઘણું કરી રહેવા દેવામાં આવ્યાં છે. ૬. મૂળ સ્થિતિમાં જ લખાણ છપાય એ લક્ષ રાખવામાં આવ્યો છે. તેથી અગાઉની આવૃત્તિઓનાં
લખાણથી કેટલેક સ્થળે જૂનાધિક જણાશે. પણ તે સુધારા વધારા મૂળના આધારે જ
કરવામાં આવ્યા છે. ૭. પૂર્વાપર સંબંધ જળવાઈ રહે એમ લક્ષ રાખી વ્યક્તિગત અને વ્યાવહારિક લખાણે મૂકવામાં
આવ્યાં નથી. તેમ એ કાઢી નાંખેલ લખાણ માટે કોઈ ચિહ્ન મૂકવામાં આવ્યું નથી. તેમ છતાં
સામાન્ય ઉપકારક હોય એવું વ્યક્તિગત લખાણ લેવામાં આવ્યું છે. ૮. વાચકને સ્વતંત્ર રીતે વાંચવું, વિચારવું અને અભિપ્રાય બાંધવાનું સુગમ થાય એ માટે વાકયો
કે શબ્દો નીચે નથી લીટી દોરી કે નથી મોટા ટાઈપમાં લીધા. પણ મૂળ લખાણને આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org