________________
(૭)
ધર્મ પ્રવર્તાવવાની તીવ્ર કરુણાભુદ્ધિ છતાં (આંક ૭૦૮) પેાતાની તે માટે ચાગ્ય તૈયારી ન હોવાથી પરમ સંયમિતભાવે એ ભાવના શમાવી દેવાની શક્તિ એમના અંતરની, પ્રવૃત્તિની તથા લખાણની સત્યતા પ્રગટ કરે છે.
આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના જગતના જીવાનાં દુઃખાના અંત આવવાના નથી. આત્મા જેણે જાણ્યા છે એવા સત્પુરુષના સત્સંગ વિના, આજ્ઞાના આરાધન વિના આત્મા પ્રાપ્ત થાય એમ નથી એમ જણાવી વારંવાર સત્પુરુષ અને સત્સંગની આરાધના માટે ભારપૂર્વક કહ્યું છે. સત્સંગ અને સત્પુરુષની આજ્ઞા આરાધવામાં વિરૂપ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, ઇન્દ્રિયવિષયા, કષાયા, પ્રમાદ આદિ દેષાના ત્યાગ માટે પણ એટલા જ ભારપૂર્વક જણાવ્યું છે. છતાં પણ આ કાળના જીવેનું હીનવીર્યપણું અને અનારાધકપણું જોઇ સત્સંગને જ ઉત્કટપણે વર્ણવ્યો છે.
મતમતાંતર એ એક આત્મપ્રાપ્તિમાં મેટું વિશ્ર્વ છે. મતાગ્રહ છેદવા એમના પ્રસંગમાં આવતા મુમુક્ષુઓને વેદાંત, જૈન આદિ ભિન્ન ભિન્ન સંપ્રદાયના ગ્રંથા વાંચવા ભલામણ કરે છે. એમના વિચારા અને પત્રમાં જૈન તેમ વેદાંત બન્ને શૈલીનું દર્શન થાય છે. પેાતાના અંતર અનુભવ પ્રગટ કરવામાં એમણે બન્ને શૈલીના ઉપયાગ કર્યો છે. સાથે સાથે જૈન કે વેદાંતના આગ્રહ મેાક્ષનું કારણુ નથી એમ પણ સ્પષ્ટ જણાવ્યું છે. પણ જે પ્રકારે આત્મા આત્મભાવ પામે એ મેક્ષનું સાધન છે. તે પરમતત્ત્વ પરમસત્, સત્, પરમજ્ઞાન, આત્મા, સર્વાત્મા, સત્ત્વચિત્ આનંદ, હિર, પુરુષોત્તમ, સિદ્ધ, ઇશ્વર, આદિ અનંત નામેાએ કહેવાયું છે. (આંક ૨૦૯) “હું કાઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભૂલશે નહીં” (આંક ૩૭) આમ પરમાર્થ-વાંચન આત્મા જાણવા માટે છે. આત્માને બંધન થવાને નથી.
અંધ, માક્ષની યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઇ અમે વિશેષપણે માનતા હોઇએ તા તે શ્રી તીર્થંકર દેવ છે” (આંક ૩૨૨) આમ લખી એમણે શ્રી તીર્થંકરનાં વચનેાના સત્યપણાની પેાતાના આત્માનુભવથી થયેલી અંતરપ્રતીતિ પ્રગટ કરી છે.
આ ઉપરાંત ઘણા ગૂઢ પ્રશ્નોના પણ સરલ અર્થ સમજાવ્યા છે. અને પેાતાના આત્માનુભવના ખળે કેવળજ્ઞાનની વ્યાખ્યા, અધિષ્ઠાન આદિ વિષે તથા આ કાળમાં મેાક્ષ ન હેાય, ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય એ આદિ માન્યતાઓ વિષે આત્માનું હિત થાય એમ ખુલાસા આપ્યા છે.
સેાળ વર્ષની નાની વયમાં ત્રણ દિવસમાં મેક્ષમાળા” જેવું વિવિધ વિષયનું શાસ્ત્રોક્ત વિવેચન કરતા ૧૦૮ પાઠનું ઉત્તમ પુસ્તકનું લખવું, તથા સૌ શાઓના નિચેાડરૂપ આત્મજ્ઞાન પ્રાપ્તિના સરલ, સાચા ને સચેાટ માર્ગ દર્શાવતું ૧૪૨ ગાથાનું, આત્મસિદ્ધિ શાસ્ત્ર” માત્ર દોઢેક કલાકમાં ગમે તે સ્થળે, ગમે તે સ્થિતિમાં રચવું એ એમને કેવા હસ્તામલકવત્ આ ઊંડા અને ગહન આત્મજ્ઞાનના વિષય છે એ સહજે સૂચવે છે.
ધન્ય રે દિવસ આ અહો!” અને અપૂર્વ અવસર એવા કયાર્ આવશે?” એ આદિ કાવ્યોમાં શ્રીમદજીએ પાતાની અંતર્દશા અને ભાવના સુવાચ્ચપણે પ્રગટ કરી છે.
શ્રીમદ્દજીના જીવનપ્રસંગેામાં સર્વોચ્ચ પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, નીતિમત્તા, અન્યને લેશ પણ ભવવાની અનિચ્છા, અને અનુકંપાદિ અનેક અનુકરણીય ગુણાનું સ્વાભાવિક દર્શન થાય છે. એવા પ્રસંગેા તથા વિસ્તૃત જીવન જાણવા માટે આ આશ્રમ તરફથી પ્રગટ થયેલ “શ્રીમદ્ રાજચન્દ્ર જીવનકળા” નામનું પુસ્તક વાંચવા ભલામણુ કરું છું.
“શ્રી સદ્ગુરુ–પ્રસાદ” નામે શ્રીમદજીના હસ્તાક્ષરાના એક લઘુગ્રંથ આ આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયેા છે. એ ગ્રંથની પ્રસ્તાવનામાં શ્રીમદ્દજીનાં વચને વિષે પરમકૃપાળુ, મુનિવર્ય મહાત્મા શ્રી લઘુરાજસ્વામી જે જણાવે છે તે આ ગ્રંથના વાંચકોને ઉપકારક હોવાથી અત્રે આપું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org