Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 15
________________ (૬) અન્ય દર્શન કરતાં શ્રી વીર આદિ વીતરાગ પુરુષોએ પ્રરૂપેલ વીતરાગ દર્શન વધુ પ્રમાણિત, પ્રતીતયોગ્ય લાગ્યું તે દર્શનાભ્યાસની તુલનાત્મક શૈલીથી “મોક્ષમાળામાં પ્રકાશ્ય. નિજ અનુભવની પરિપક્વ વિચારણના ફળસ્વરૂપે પ્રાપ્ત સત્યદર્શન ગ્રહણ કરવામાં મહાપુરુષે જેટલા તત્પર હોય છે, તેટલા જ એ સાચવવામાં દઢ હોય છે. તેથી એમાં વચ્ચે આવતા સૌ દે છેદવા એ એટલા જ તત્પર અને દઢ પુરુષાર્થ હોય છે. શ્રીમદજીના જીવનમાં આપણે જોઈએ છીએ કે કર્મ બાંધ્યાં તે ભેગવવા નિરૂપાયપણે લાંબે સમય ધીરજ ધરે છે, પણ અંતર આત્મવૃત્તિની અસમાધિ સમયમાત્ર પણ સહન કરવા તૈયાર નથી; એટલું જ નહીં પણ અસમાધિથી પ્રવર્તવા કરતાં દેહત્યાગ ઉચિત માને છે. (આંક ૧૧૩) આ આત્મવૃત્તિને લીધે પિતાને સારા પ્રમાણમાં જોતિષજ્ઞાન હોવા છતાં (આંક ૧૧૬/૭) તે પરમાર્થમાર્ગમાં કલ્પિત હોવાથી અને શતાવધાન જેવા વિરલ પ્રયોગોથી પ્રાપ્ત થતા લોકોને આદર અને પ્રશંસા આદિ, જે મેળવવા જગતના જીવે મરી ફીટે છે તે આત્મમાર્ગમાં અવિરોધ ન જણવાથી, ત્યાગી દેતાં સહજ પણ રંજ થતું નથી. ગૃહસ્થભાવે બાહ્ય જીવન જીવતાં, અંતરંગ નિગ્રંથભાવે નિર્લેપ રહેતાં, આ સંસારમાં આવતી અનેક ઉપાધિઓ સહન કરવામાં, અંતર આત્મવૃત્તિને ભૂલ્યા વિના કેવી ધીરજ, કેવી આત્મવિચારણા અને પુરુષાર્થમય તીણ ઉપગદષ્ટિ રાખી છે એ એમના ઘણા પત્રોમાં સ્પષ્ટ જોવા મળે છે, જે આત્મશ્રેય-સાધકને એક જ્વલંત દૃષ્ટાંતરૂપ છે. સપુરુષોનું જીવન આત્માની અંતરવિશુદ્ધિ પર અવલંબતું હોવાથી અંતરદષ્ટિ ખૂલી ન હોય ત્યાં સુધી જીવને ઓળખાણ થવું દુર્ઘટ છે, તેથી સપુરુષનું ઓળખાણ એમના બાહ્યજીવન અને પ્રવૃત્તિથી થાય વા ન પણ થાય. જો કે એમના પ્રત્યેક કાર્યમાં એમના અંતરમાં આવિર્ભાવ પામેલી આત્મત પ્રકાશે છે જ, પણ જગતના જીવને આત્માને લક્ષ ન હોવાથી એ જ્યોત નિહાળવાની દષ્ટિ હોતી નથી. આ સાચું છે કે મહાપુરુષે પોતે પોતાની અંતરદશા વિષે ન જણાવત તે બીજા જીવોને મહાપુરુષની ઓળખાણ થવી દુર્લભ રહેત. ( આંક ૧૮ ) આત્માનુભવી પુરુષ વિના આત્મા યથાર્થપણે કહેવાને કોઈ યોગ્ય નથી. અનુભવ વિનાની વાણી આત્મા પ્રગટ કરવાને સમર્થ ન હોય. આત્મલક્ષ ન આવે ત્યાં સુધી આત્મપ્રાપ્તિ સ્વપ્નવત્ રહે એમાં આશ્ચર્ય નથી. પિતાની અંતરદશા વિષે ઉલ્લેખ કરતાં શ્રીમદજી લખે છે, “નિઃસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.” ( આંક ૧૬૭) “આત્મા જ્ઞાન પાપે એ તે નિઃસંશય છે. ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે” ( આંક ૧૭૦) “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે “શ્રી રામચંદ્ર” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.” ( આંક ૩૭૬) “અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનગીપણું તે આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યફદષ્ટિપણું તે જરૂર સંભવે છે” (આંક ૪૫૦) આ અને આવા પિતાની અંતરદશા વિષેના ઉલલેખ ઘણું પત્રમાં જોવામાં આવે છે. શ્રીમદજી જેવા ઉચ્ચ કોટિના આત્માઓ માટે, પિતે પિતા વિષે આમ કેમ કહે ? એવો વિકલ્પ અસ્થાને છે. પણ પ્રથમ જણાવ્યું તેમ એ સત્યનિરૂપણને ખાતર જરૂરી છે, જેથી એઓશ્રીની સાચી ઓળખાણ થાય અને એમનાં વચને પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવ આરાધી ત્રિવિધ તાપાગ્નિને શાંત કરી શકે. શ્રીમદજીના સાહિત્યમાં જૈન, વેદાંત આદિ સંપ્રદાયના ગ્રંથનું વિશાળ વાંચન, નિદિધ્યાસન અને એમના અંતરમાં ઓતપ્રોત થયેલ આત્માનભવન પ્રવાહ સહજે વહે છે. આ થયેલ આત્માનુભવને પ્રવાહ સહજે વહે છે. આત્મસમાધિ માટે જેમ આખું જીવન છે, તેમ માત્ર પરમાર્થ કહેવા માટે એમનું સાહિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 1032