________________
શ્રાવક કવિ મનસુખલાલ
લાગે છે. એટલે નોકરીની પરવાહ કર્યા વગર શેઠની રજા લઈને દાહોદથી ગોધરા આવી મિત્ર અને બીજા શ્રાવકો સાથે વેજલપુર પાસે ગુસર ગામમાં બિરાજમાન હુકમ મુનિની મુલાકાત કરી. અહીં પ્રશ્નનો ઉત્તર મુનિના મુખેથી સાંભળતાં કેવળજ્ઞાનીની વાણીથી સંશય દૂર થાય તેમ કવિની શંકાનું સમાધાન થયું. મનમાં ક્લેશ હતો તેને સ્થાને સમાધિ આવી. પરિણામે જ્ઞાનાનંદની અપૂર્વ લહેરમાં લીન થઈને નિશ્ચય કર્યો કે આ જ મારા ગુરુ અને ધર્માચાર્ય. પછીથી ગુરુને વિનંતી કરીને ગોધરા પધારવા જણાવ્યું. હુકમ મુનિ ગોધરા પધાર્યા. કવિએ આઠ દિવસ સુધી સતત સત્સંગ કરીને જૈન દર્શનના રહસ્યોને પામી શક્યા. અન્ય પ્રશ્નોના પણ સંતોષકારક જવાબ મળવાથી આનંદ ને પરિતોષ થયો. મહારાશ્રીની શુદ્ધ નયની દેશનાથી પ્રભાવિત થયા અને જૈન દર્શન પ્રત્યેની શ્રદ્ધા વધુ દૃઢ બની ને ગુરુ પ્રત્યેનો પૂજ્યભાવ પ્રગટ્યો. હુકમ મુનિના સત્સંગથી એમના વિચારોમાં પરિવર્તન આવ્યું. એમણે વિચાર્યું કે પુદ્ગલ, દ્રવ્યાદિ રાગદ્વેષનો ત્યાગ કરી ઉપયોગ-સ્થિરતા અંગે શુદ્ધ નયે સ્વાધ્યાય કર્યા કરવો. દાહોદ પહોંચ્યા ત્યાં સુધી અને ત્યાર પછીના જીવનમાં તાત્ત્વિક આનંદની મસ્તી દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી. પછી મુનિ દેવચંદ્રજીકૃત નયચક્રસાર અને આગમસારનો અભ્યાસ કર્યો. કુંદકુંદાચાર્યનું ‘સમયસાર', ‘પંચાસ્તિકાય’, ‘પ્રવચનસાર', ‘અષ્ટપાહુડ' ગ્રંથો ઉપરાંત યશોવિજયજી ઉપાધ્યાયજીકૃત ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’, ‘અધ્યાત્મસાર' વગેરે તાત્ત્વિક ગ્રંથોનું અધ્યયન કર્યું.
૪
આટલા ઊંડા તત્ત્વ-પરિશીલન પછી ગોધરા, વેજલપુર અને દાહોદમાં ઉપદેશ આપીને ભક્તોને જૈન દર્શનમાં શ્રદ્ધાળુ બનાવી આત્મસ્વરૂપ પામવા માટેની જિજ્ઞાસા જગાડી. વ્યવહારમાંથી નિશ્ચય તરફ જવા માટે શાસ્ત્રોક્ત માર્ગ દેખાડ્યો. શાસ્ત્રાભ્યાસની ઉત્કટ ભાવના હતી તે સ્વયંવાંચન અને અન્ય વ્યક્તિની સહાયથી શ્રવણ દ્વારા પૂર્ણ કરીને તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું.
કવિને હુકમ મુનિનો પરિચય સંવત ૧૯૧૫માં ગુસરમાં થયો હતો.
Jain Education International2010_03_For Private & Personal Use Only
www.jainelibrary.org