________________
૫ |.
મનસુખલાલની કવિપ્રતિભા
અર્વાચીન સમયના કવિ મનસુખલાલની કાવ્યસૃષ્ટિમાં મધ્યકાલીન કાવ્યપ્રવાહનો વિશેષ પ્રભાવ છે. અર્વાચીનતાનો સંદર્ભ પણ મળી આવે છે. ગીત-ગરબો-પદ જેવા કાવ્યોની રચના દ્વારા ભક્તિમાર્ગનું અનુસંધાન થયેલું છે; તો ઢાળબદ્ધ કાવ્યોમાં પંક્તિએ પંક્તિએ જ્ઞાનમાર્ગના વિચારોનો પ્રવાહ વહેતો જોવા મળે છે. શાસ્ત્રીય રાગ, અક્ષરમેળ અને માત્રામેળ વૃત્તોનો પ્રયોગ, દેશીઓનું પરંપરાગત અનુસંધાન દ્વારા એમની કવિતા ઊંચી કક્ષાની છે. આ કાવ્યો સમજવાં કઠિન છે પણ અશક્ય નથી. કોઈ પંડિત કે ગુરુ પાસે અભ્યાસ કર્યા વગર સ્વયંસ્કુરણાથી જ્ઞાનમાર્ગમાં કલમ ચલાવીને અર્વાચીન કવિઓમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવે છે. એમની -કવિતાનો આસ્વાદ કરવા માટે સહૃદયી પુરુષાર્થની આવશ્યકતા છે. સુવર્ણકસોટી સમાન એમની કાવ્યસૃષ્ટિમાં વિહાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને જ્ઞાનામૃતનો અપૂર્વ આસ્વાદ આત્માને અનુપમ આફ્લાદક બને તેવી ક્ષમતા એમના કાવ્યજગતમાં છે.
- કવિનાં પદો અને ગઝલોનો વિચાર કરતાં તેમાં સમકાલીનતાનો પ્રભાવ પડેલો છે. વિષયવસ્તુ આધ્યાત્મિક છે પણ તેની અભિવ્યક્તિમાં નવીનતા રહેલી છે. મુસ્લિમ શેઠને ત્યાં નોકરી હોવાથી ગઝલ પ્રકારની કૃતિઓનું સર્જન કર્યું છે. પદો અને ગલીઓમાં હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો છે. જૈન દર્શનના અલ્પપરિચિત પારિભાષિક શબ્દોનો મોટા પ્રમાણમાં પ્રયોગ થયો છે. આવા શબ્દો એમના ત્રણ ગ્રંથો-સુમતિવિલાસ, સુમતિપ્રકાશ અને સુમતિ વ્યવહારમાં વિશેષ છે. પરિણામે દર્શનશાસ્ત્રની વિચારધારાને પામવા માટે વાચકોએ બૌદ્ધિક શ્રમ કરવો પડે તેમ છે.
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા' જેવી સ્થિતિ મનસુખલાલની કૃતિઓ સમજવા માટે બંધબેસતી આવે તેમ નથી. એ માટે તો ગુરુકૃપા સેવા ને વિનયયુકત બનીને ગુરુ પાસે શિષ્યભાવથી પામી શકાય તેવું
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org