________________
૧૫૪
શ્રાવક કવિ મનસુખલાલ
તા. ૧૬-૬-૧૯૦૮, વાંસવા. મુનિરાજ લક્ષ્મીચંદજી સ્વામી અને મુનિરાજ અમરચંદજી સ્વામી સુમતિ વિલાસ ગ્રંથ મળ્યા પછી લખે છે કે –
અહો! સુજ્ઞ શ્રાવકજી! આ ગ્રંથ વાંચવાથી અમારા અંતરાત્માને અત્યાનંદ પ્રાપ્ત થયો છે. આપ જે જ્ઞાન-ઉત્તેજન આપો છો તેથી આપનો મોટો ઉપકાર માનું છું. સર્વોત્તમ શ્રેષ્ઠ દાન તે જ્ઞાનદાન છે. આ ગ્રંથ તે તમામ મુમુક્ષુ જીવોને હિતાર્થ રસ્તો બતાવનાર થવાનો છે. તમામ વાક્યો મનન કરવાયોગ્ય છે.
અષાઢ વદિ ૩-૧૯૬૬ માંડલ મણિયાર વાડીલાલ પંચાણજી લખે છે કે –
અંધને અકસ્માતું નેત્રપ્રાપ્તિથી થતા આનંદતુલ્ય આપનો કૃપાપત્ર મળ્યો. વાંચતાં અમૃતરસ પ્રાપ્ત થતાં અતૃપ્તિ જ રહ્યા કરે છે. આપનો અમૃતતુલ્ય ઉપદેશ વાંચતાં થતો આનંદ દર્શાવી શકવા કોષનો દુષ્કાળ પડ્યો છે. અર્થાત્ થતો આનંદ દર્શાવવા કલમ ચાલી શકતી નથી.
આપની પાસે વારંવાર અહર્નિશ પ્રાર્થના છે કે અમૃત ઉપદેશ જલા સિંચન કરી આ લઘુ સેવકને કૃતાર્થ કરી આભારી કરશોજી.
*
* * *
શ્રાવણ વદિ. ૧૪-૧૯૯૬ મુનિ શ્રી નાગરચંદજી લખે છે કે –
શ્રીમાન પંડિતવર્ય મનસુખલાલજી હરિલાલજીની વિદ્વત્તા અપૂર્વ જણાય છે. તેમનાં વચનો નિષ્પક્ષપાતી રસિક અને વેધક છે. માણસોને અસર થાય તેવી તેમની વાણી મિષ્ટ અને ઇષ્ટ છે. આપે જે પુસ્તકો પ્રગટ કરેલાં છે તેવાં ઉત્તમ પુસ્તકો જૈન પ્રજામાં ઘણાં થોડાં જ થાય છે. ખરેખર
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org