________________
૧૬૪
શ્રાવક કવિ મનસુખલાલ
શ્રી નય વિજય વિબુધ વર રાજે, જાને જગ કરતી, શ્રી જસ વિજય ઉવઝાય પસાયે, હેમ પ્રભુ સુખસંતતી. જબ. (૭)
જસવિલાસ. ધર્મના બાહ્યાચરણની સાથે આત્માનું લક્ષ્ય ન હોય તો તે માત્ર આડંબર બને છે. આત્માનો કોઈ વિકાસ સધાતો નથી. જશવિજયના પદના વિચારો સરળ ને સુગ્રાહ્ય છે. તેના સંદર્ભથી ધર્મારાધનાનું લક્ષ્ય શું છે તે જાણવા મળે છે.
કવિની આધ્યાત્મક વિષયક વિચારધારાના સંદર્ભમાં અધ્યાત્મ શું છે તે માટે ઉપા. યશોવિજયજીનો અધ્યાત્મસારનો શ્લોક-ર પ્રકાશ પાડે છે. આ શ્લોકને કેન્દ્રમાં રાખીને કવિની કાવ્યસૃષ્ટિમાં વિહાર કરવાથી તાત્ત્વિક વાતનો બોધ થશે તે નિશંક છે.
ગતમોહાધિકારણ માત્માનઅધિકત્ય
પ્રવર્તતે ક્રિયા શુધ્ધા તધ્યાત્મ જગુર્જિના: // ૨ // જેમના મોહનો અધિકાર નાશ પામ્યો છે, તેઓની આત્માને લક્ષીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વર ભગવાનો અધ્યાત્મ કહે છે.
-
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org