Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 178
________________ ઉપસંહાર બનવાના માર્ગ તરફ આંગળી ચીંધ્યાનું પુણ્ય કાર્ય કર્યું છે અનુમોદના કરીને સૌ કોઈ ધર્મના સારભૂત તત્ત્વને પામવા માટે એમની કાવ્યસૃષ્ટિમાંથી કંઈક ગ્રહણ કરીને નવી દિશામાં જીવનની દશા સુધારવા કૃતનિશ્ચયી બનવાનો અમૂલ્ય અવસર વીતી ન જાય તેની સાવચેતી રાખવી જોઈએ. જ્ઞાનમાર્ગમાં ઊંડા ઊતરવા માટે કવિનું સાહિત્ય વિશેષ રૂપે ફળદાયી નીવડે તેમ છે. પૂર્વાચાર્યોના રહસ્યમય ગ્રંથોનો આસ્વાદ કરવા માટેનો સંદર્ભ કવિ મનસુખલાલના સાહિત્યમાંથી ઉપલબ્ધ થાય છે. એમની કાવ્યસૃષ્ટિમાં સફર કરીને સ્વ-સ્વરૂપ રમણતા કેળવવામાં ઉદ્યમશીલ બનવાની મંગલ ભાવના પ્રગટ કરું છું. વાચકો સમક્ષ શ્રાવક કવિ મનસુખલાલની કૃતિ ચરણે ધરીને જ્ઞાનામૃત રસાસ્વાદનો અતુલિત આનંદ સૌ કોઈ માણી શકે તે માટે નમ્ર પ્રયાસ કર્યો છે. અને અંતે જવિજયનું પદ અને તેના વિચારો પણ કવિગત વિચારોને સમર્થન આપે છે - ૧૬૩ જબ લગ ઉપસમ નાહિ રતિ, તબ લગે જોગ ધરે કયું હોવે. નામ ધરાવે જતી. જબ. (૧) કપટ કરે તું બહુ વિધ ભાતે, ક્રોધે જલે છતી તાકો ફલ તું ક્યા પાવેગો, જ્ઞાન વિના નાહિ બતી. જબ. (૨) ભૂખ તરસ ઓર ધૂપ સહ-તું હે, કહેતું બ્રહ્મવ્રતી, કપટ કે-લવે માયા મંડે, મનમેં ઘરે વ્યક્તી. જબ. (૩) ભસ્મ લગાવતઠાઢો રહેવત, કહત હૈ હું વસતી, જંત્રમંત્ર જડી બૂટી ભેષજ, લોભ વશ મૂઢમતી. જબ. (૪) બડે બડે બહુ પુરવધારી, જિનમેં સકતિ હતી, સો ભી ઉપસમ છોડી વિચારે, પાયે નરક ગતી. જબ. (૫) કોઉ ગૃહસ્થ કોઉ હોવે વૈરાગી, જોગી ભગત જતી, અધ્યાતમ ભાવે ઉદાસી રહેંગો, પાવેગો તબહી મુક્તી. જબ. (૬) Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180