Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 176
________________ ઉપસંહાર મનસુખલાલની કાવ્યસૃષ્ટિમાં વિહાર કરતાં એમ લાગે છે કે કવિ બાહ્ય જગતમાંથી પોતાના આત્માને દૂર કરીને આંતર જગતમાં દૃષ્ટિ કરતા હોય તેની પ્રતીતિ થાય છે. દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે આવી માનસિક સ્થિતિ આવકારદાયક ને આફ્લાદક છે. મનમોર મગ્ન બનીને નૃત્ય કરી ઊઠે તેવો સંયોગ આત્મસ્વરૂપના ચિંતનમાં રહેલો છે. ભક્તિમાર્ગની બોલબાલા વિશેષ છે તેમ છતાં જ્ઞાનમાર્ગની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. ભક્તિની સાથે જ્ઞાનનો સુયોગ સધાય તો આત્માનુભૂતિનો માર્ગ સરળ બને છે. આત્મસ્વરૂપ પામવા માટેનો પુરુષાર્થ માત્ર એક જ ભવમાં પૂર્ણ થતો નથી પણ તેના સંસ્કારો ભવાંતરમાં પણ ઉદયમાં આવીને મોક્ષપ્રાપ્તિના ધ્યેયને માટે ઉપકારક બને છે. એ માનીને દ્રવ્યાનુયોગની કઠિન કે ગહન વિચારોને આત્મસાત્ કરવાનો પુરુષાર્થ પણ જીવનને નિર્મળ બનાવીને મુમુક્ષુપદની ભૂમિકાનો માર્ગ સહજસાધ્ય બનાવે છે. ઊંચી બુદ્ધિ પ્રતિભા હોય તો જ આ ક્ષેત્રમાં સર્જન અને આસ્વાદ થઈ શકે તેમ છે. આવી કૃતિઓના આસ્વાદ માટે ગુરુગમની પણ અનિવાર્ય આવશ્યકતા સ્વીકારવી પડે છે. આત્મસાધનાનો માર્ગ સર્વસ્વ સમર્પણ અને પ્રભુ સમક્ષ શરણાગતિનો છે. તેમાં વૈરાગ્યભાવ અને અનાસકત ભાવનાના સંસ્કારો જેટલા પ્રબળ હોય તેટલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભક્તિ બાળ જીવોને ધર્મમાર્ગમાં જોડે છે. જેમ બાળક દિનપ્રતિદિન વિકાસ પામીને કિશોર, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ બને છે તેમ અધ્યાત્મમાર્ગમાં બાળસ્વરૂપની ભક્તિ ક્રમશઃ યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થામાં આત્મલક્ષી બને તો આત્મવિકાસ સાધી શકાયો એમ માની શકાય. જગતના ગૂઢ રહસ્યને પામવા માટેનો પુરુષાર્થ કરતાં બદ્ધિ અને શક્તિની વૃદ્ધિ સાથે સ્વસ્વરૂપનું સંધાનમાં રહસ્યાનુભૂતિ થાયતે શ્રેયસ્કર છે. જ્ઞાનમાર્ગના કવિઓએ ગહન ગંભીર વિચારોને વ્યકત કરવા માટે લોકપ્રચલિત દૃષ્ટાંતોને રૂપકોનો આશ્રય લઈને કલાત્મક અભિવ્યક્તિ કરી છે તે દષ્ટિએ આ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરનારને વિશેષ પ્રગતિ કરવાનો માર્ગ મોકળો બને છે. ૧૯૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180