Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 180
________________ લેખકનો પરિચય શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ : વેજલપુર, જ.તા. 30-3-'36) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એ., ટી.ડી., એલએલ.એમ., પીએચ.ડી. ઈ.સ. ૧૯૫૫થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક. * ઈ.સ. ૧૯૬૬થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા. (કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન). સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. * ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી 1972 સુધીનો રાા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એ. (૧૯૭૨-જૂન), નોર્થ-ઇસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફ્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઇટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ, ચેકપોર્ટ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો). શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, વી.એસ. પટેલ કૉલેજ-બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર-એવૉર્ડપ્રાપ્તિ. શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. પત્ની અ.સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી). Education memational 20100 Forpuvate Personal use only www.janette

Loading...

Page Navigation
1 ... 178 179 180