Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 174
________________ મનસુખલાલની કવિપ્રતિભા પ્રતિક્રમણાદિ ક્રિયા જિનેશ્વરની આજ્ઞા બાજુ મેલીને હોય તો જિન આણા રૂપ સુવાસ વિના અને મિથ્યાત્વાદિક ઝેરયુક્ત માટે નિરર્થક જાણવાં. જેની આજ્ઞા આરાધવા ઉપર અને આજ્ઞા જાણવા ઉપર બુદ્ધિ નથી તેને ગાય, હરણ, વૃક્ષ, પથ્થર, ગધેડા, તરણાં, કૂતરા સરખા જાણવા. ૧૫૯ (સુ. વિ., પા. ૧૨૨) કવિની પદ્યરચનાઓ આત્મસ્વરૂપને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. તેવી રીતે ગદ્યરચનાઓમાં પણ આત્માં કેન્દ્રસ્થાને છે. ઉદા. નીચે પ્રમાણે છે. સામાયિક ધ્યાનાધિકારનું વિવેચન કરતાં કવિ જણાવે છે કે “અનિષ્ટ સંજોગ આર્તધ્યાન હે ચેતન તારે અનિષ્ટ સંજોગ નથી, કારણ કે એક દ્રવ્યમાં બીજો દ્રવ્ય, એક ક્ષેત્રમાં બીજાનું ક્ષેત્ર. બેઉ સમયવર્તનામાં અન્યની સમયવર્તના. તથા એકના ભાવમાં નિર્વિકાર સ્વભાવ પ્રવેશ કરી શકતા નથી. જેમ સુવર્ણ દ્રવ્ય માંહી બીજું દ્રવ્ય ત્રાંબું વગેરે પ્રવેશ કરી શકતા નથી. Jain Education International2010_03 For Private & Personal Use Only --- વ્યવહારથી સોનું ત્રાંબાથી એકમેક થયેલું વ્યવહારદૃષ્ટિવાળાને જણાય છે પણ ચતુર શરાફ સોનાને ભિન્ન જાણી શકે છે કે એની અંદર સેંકડે ચાર તોલા ત્રાંબું છે અને છઠ્ઠું તોલા સોનું છે. વળી તે ત્રાંબા સાથે મળેલા સોનાને નાઇટ્રિક એસિડમાં નાખવાથી ત્રાંબું ઍસિડ સાથે ગળી જઈ સોનું અલગ રહેશે. તો નિશ્ચયથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે મળી એકમેક થઇ જતું નથી. વળી દ્રવ્યથી પોતાનું ભારેપણું તથા પિત્તાદિ ગુણને સોનું છોડતું નથી તેમ જે સોનાનો પ્રદેશ તે માંહી ત્રાંબાના પ્રદેશે પ્રવેશ કર્યો નથી. માટે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનો પ્રદેશ અન્ય દ્રવ્યના પ્રદેશમાં પ્રવેશ કરી શકતો નથી.” (સુ. વિ., પા. ૮૫) નિશ્ચય અને વ્યવહારધર્મ વિષે સોનાના ઉદાહરણ દ્વારા આત્મા અને શ૨ી૨-પુદ્દગલનો સંદર્ભ દર્શાવ્યો છે. ‘ધર્મભાવનાનું સ્વરૂપ સમજાવતો પરિચ્છેદ જોઇએ તો... હું જ્ઞાન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180