________________
૧૬૦
શ્રાવક કવિ મનસુખલાલ
છું. મારા સ્વરૂપમાં ભાસતા શેયરૂપ પત્ર પરપદાર્થોથી મને કોઈ પ્રયોજન નથી. એ ઉપયોગે પરસંબંધે રાગાદિ પરિણામે બંધાયેલી આત્મપરિણતિ પરસંબંધથી છોડી પોતાના સ્વરૂપથી તન્મય કરી સર્વે સંકલ્પ છોડીને નિર્વિકલ્પ ભાવે સ્થિર થોભ સ્વરૂપ અભેદે તન્મયતાએ રાખે. સંકલ્પ-વિકલ્પ પરિણામે હણાતા આત્મવીર્ય જ્ઞાનાદિ પ્રાણને નિર્વિકલ્પ પરિણામે એટલે નિર્વિકલ્પ ઉપયોગે બચાવે તે નિશ્ચયદયા કહીએ. માટે અહીંયાં સમાન ભાવને જ દયા કહી. જિનશાસનમાં સમભાવ એ જ મુખ્ય સાધ્ય છે.
(સુ. વિ., પા. ૧૩૪) આગ્રંથમાં સંસ્કૃત-પ્રાકૃત શ્લોકો અને દુહાનો આધાર લઈને વિષય વસ્તુનો વિસ્તાર કર્યો છે. તેમાં મુખ્યત્વે ભાષાંતરની સાથે વિવેચનાત્મક નોંધ આપવામાં આવી છે તે ગદ્યના નમૂનારૂપ છે.
કવિની ગદ્યશૈલી સરળ અને સુગ્રાહ્ય છે છતાં પારિભાષિક શબ્દોના પ્રયોગથી તાત્ત્વિક વિચારો સમજવા માટે બુદ્ધિ કસવી પડે તેમ છે. તત્ત્વ જ્ઞાનને સમજવા માટે તો આવી આવશ્યકતા હોવી જોઈએ. તે વગર ધર્મ કે તત્ત્વ પામી શકાય નહિ. આવા વિચારોને હૃદય કરતાં બુદ્ધિ સાથે વધુ સંબંધ છે એટલે ઉપયોગ હોય તો શાસ્ત્રની વાત પામી શકાય.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org