Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 162
________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૪૭ કવિએ કોઈ કોઈ વાર ચિત્રાત્મક અભિવ્યક્તિ કરીને આધ્યાત્મિક સાધનામાં આલેખનરૂપ સાધનોનો ઉલ્લેખ કર્યો છે. આજ મેં તો કવણી ઉપર જરકશી પૂઠાં દીઠાં રે, ચાર દિશિ ચંદરવા બાંધ્યા, ત્યારે મનમાં લાગ્યા મીઠા રે ગુર વચને સમકિત હું પામી લલિ લલિ ગુરૂ મુખ જોતી રે.” સાચી શ્રદ્ધા સ્વસ્તિક કીધો, દીપકજ્ઞાન જગાયો રે અડ ગુણ બુદ્ધિ મંગલ થાપી, ગુરુ ગુણ મંગલ ગાયો રે." ગુરૂ મહિમા વર્ણવતી ગહુલીમાં ઉપરોક્ત પંક્તિઓ ગુરુના સ્વાગતના પ્રસંગનો સાક્ષાત્કાર કરાવે છે. નકારાત્મક પ્રયોગ દ્વારા વિધાનવાચક નિરૂપણ કરવાની એમની કેટલીક પંક્તિઓ જોઇએ તો આચાર્યપદના વર્ણનમાં કવિ કહે છે કે કોહ ન, માન ન, માયા ન લોભ ન જેહને જો મર્દો છે મયણમહી પદ સ્નેહ ને” બોલ ન બોલ ન બોલ ન કોઇ ના અવગુણ, બોલ ન દુવિધ ધ્યાને દુવિધે તપની ખાણો જો તપ તલવારે કરમ દલ છેદો, પાપ ગહન વન દાહ વારે, ચરણ હુતાશન દાહ. ના રે રાગ રોષ ન; ન માન કરે કદાપી ના સંગ રંગ ન પુદ્ગલ બુદ્ધિ આધ્યાત્મિક માર્ગમાં સમકિત એ મુક્તિ મહેલનો પાયો છે. જૈન દર્શનમાં વિવિધ પ્રકારની ઉપાસનાનો હેતુ સમકિતની શુદ્ધિ, વૃદ્ધિને પ્રાપ્તિનો છે. અમક્તિનો મહિમા દર્શાવતાં કવિએ કહ્યું છે કે, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180