________________
ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ)
ક્રિયાપદ ‘નિ’ પરથી ઉદ્ભવ્યો છે. તેનો અર્થ પ્રાપ્ત કરવું, દોરવણી આપવી એમ થાય છે.
૧૨૯
શ્રી સિદ્ધર્ષિગણિ નયવતારમાં નયની વ્યાપ્યા આપતાં જણાવે છે કે અનન્ત ધર્માધ્યાસિતં વસ્તુ સ્વામિપ્રેતેક ધર્મ વિશિષ્ટ નયતિ-પ્રાપયતિ સવેદનમારોહયતીતિનયઃ ।
વસ્તુનો સંબંધ અને જુદા જુદા ગુણો-લક્ષણોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પદાર્થના સ્વરૂપને જાણવું તેને નય કહેવાય છે. વસ્તુના એક ધર્મની સાથે વિવિધ ધર્મોનો સંબંધ જાણવો તે નયવાદનું મુખ્ય પ્રયોજન છે.
આત્માનું સ્વરૂપ સમજવા માટે જૈનદર્શનમાં નયવાદ ઉપયોગી છે. કવિ મનસુખલાલની રચનાઓમાં નયવાદનો સંદર્ભ છે એટલે તેનો વિશેની ટૂંકી માહિતી અત્રે નોંધવામાં આવી છે.
નયના સાત પ્રકાર છે : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર શબ્દ, સમભિરૂઢ, એવંભૂત. અત્રે કવિ મનસુખલાલની કાવ્યરચનાના સંદર્ભમાં વ્યવહાર અને નિશ્ચયનય વિશે માહિતી આપવામાં આવી છે.
વ્યવહારનય : વસ્તુ કે દ્રવ્યનું બાહ્યસ્વરૂપ દેખી વસ્તુના ભેદ કરે અને બાહ્ય દેખાતા ગુણને જ માને પણ અંતર્ગત સત્તાને માને નિહ તેનું નામ વ્યવહારનય છે. આ નયમાં આચાર અને ક્રિયા કેન્દ્રસ્થાને છે કારણ કે તેમાં અંતરંગ પરિણામનો ઉપયોગ નથી. જ્ઞાનરૂપ ધ્યાનના પરિણામ વિના નૈગમનય અંશગ્રાહી છે અને સંગ્રહનય સમાગ્રાહી છે તેવી જ રીતે વ્યવહારનયમાં ક્રિયા મુખ્ય છે. વ્યવહારનયથી જીવની અવસ્થા અનેક પ્રકારની છે. વ્યવહારથી જીવના બે ભેદ છે સિદ્ધ અને સંસારી.
વ્યવહારધર્મ અને નિશ્ચય એ નયવાદમાં વ્યવહાર અને નિશ્ચયનય સ્વરૂપે વિચારવાના છે.
વ્યવહારનયના છ ભેદ છે.
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org