________________
૧૩૦
શ્રાવક કવિ મનસુખલાલ
૧. શુદ્ધ વ્યવહાર : નીચેના ગુણસ્થાનકને છોડી ઉપરના ગુણસ્થાનક જેવું, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણ એકરૂપ છે પણ સમજાવવાને માટે તેના ભેદ કરીને દર્શાવવાની રીત શુદ્ધ વ્યવહાર કહેવાય છે.
૨. અશુદ્ધ વ્યવહાર ઃ જે ક્રિયા કરવાથી આત્મા ઉચ્ચ સ્થિતિમાંથી નીચે આવી પડે અને રાગ, દ્વેષ કે અજ્ઞાનની વૃદ્ધિ થાય તે અશુદ્ધ વ્યવહાર કહેવાય છે.
૩. શુભ વ્યવહાર ઃ જે ક્રિયા કરવાથી પુણ્યનો બંધ થાય તે શુભ વ્યવહાર કહેવાય છે.
૪. અશુભ વ્યવહાર : જે ક્રિયા કરવાથી જીવને અનેક જાતના પાપરૂપ અશુભ કર્મનો બંધ થાય તે અશુભ વ્યવહાર કહેવાય છે.
૫. ઉપચાર વ્યવહાર : શરીર, કુટુંબાદ પૌદગલિક પદાર્થો આત્માથી ભિન્ન છે પણ અજ્ઞાનતાને કારણે જીવ તેમાં મમત્વને ધારણ કરે તે ઉપચાર વ્યવહાર છે.
૩. અનુપચરિત વ્યવહાર : શરીરાદિ આત્માથી પર વસ્તુ છે તેમ છતાં ક્ષીર-નીરના સંબંધ પ્રમાણે આત્માની સાથે કર્મ મળેલાં છે. તેથી શરીરાદિ કે જીવ પોતાના કરી માને તે અનુપચરિત વ્યવહાર છે.
ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગની વિગતોની સાથે નયવાદની પ્રાથમિક માહિતી કવિની કાવ્યસૃષ્ટિનો પરિચય મેળવવા માટે ભૂમિકા પૂરી પાડે છે. તે રીતે વિચારતાં આ વિગતો પણ મહત્ત્વની બની રહે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org