________________
૧૪૦
શ્રાવક કવિ મનસુખલાલ
હમ મગન ભયે સુધા પાનમેં (સુ. વ્યવ., ૫૬ ૧૮) આત્માનંદની મસ્તી વ્યક્ત કરતું પદ. (સુ. વ્યવ., પા. ૧૦૧)
આ સ્તવન ગીત પ્રકારનું છે. તેમાં ૨૪ તીર્થંકરોનો ઉલ્લેખ કરીને સ્તુતિ કરવામાં આવી છે. કવિની આ રચના મંગલ ગીત કહેવાય છે. તેમાં દુહા, ઢાળ અને કળશ છે.
ઢાળયુક્ત રચનામાં કળશથી પૂર્ણાહુતિ કરી છે
ગાયો ગાયો રે સમ્યક, પ્રાક્રમ એમ ગાયો. (પા. ૩૧)
સુમતિવ્યવહાર શબ્દાર્થકોશ
જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા ગૂઢ વિષયો પર વિચારો વ્યક્ત કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે તે આત્મસાત્ કરવા કઠિન બને છે. કવિએ પોતાની રચનાઓ વાચકો સમજી શકે તે માટે શબ્દાર્થકોશ નામ આપીને કક્કાવારી પ્રમાણે શબ્દોનો અર્થ આપ્યો છે. પરિણામે કઠિનતા દૂર થાય છે અને કવિગત વિચારો સમજવામાં ઉપયોગી નીવડે છે. આ શબ્દાર્થ પ્રાથમિક છે. પ્રત્યેક શબ્દનો અર્થ વિસ્તારથી અન્ય ગ્રંથોના સંદર્ભથી સમજી શકાય. આવા શબ્દો માટે પરિશિષ્ટમાં માહિતી દર્શાવી છે.
કવિની પદરચનાઓ પર ગીતકાવ્યના લયને અનુસરે છે. તેમાં સૂરદાસ, નરસિંહ, ધીરા જેવા કવિઓની રચનાનો પ્રભાવ જોવા મળે છે. સૂરદાસનું પદ “ખો સમ કૌન કુટિલ, મલકામી”; નરસિંહનું “જાગીને જોઉં તો જગત દીસે નહિ.” ઉદા.માં
અટમટ ભોગ તમસે રાજ ચંદ્ર અપૂર્વ અવસર એવો ઉતમ ક્યારે આવશે (પા. ૧૧૦)
વગેરે ભક્તિરસની રચનાઓ પણ આસ્વાદ્ય બને છે.
આ પદોમાં એમની કવિત્વશક્તિ વિશેષ રીતે પ્રગટ થઈ છે.
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org