________________
મનસુખલાલની કવિપ્રતિભા
સર્જનપ્રવૃત્તિ કરી છે. સાહિત્યમાં જ્ઞાન અને ભક્તિમાર્ગ એમ બે કાવ્ય-પ્રવાહ પ્રચલિત છે. જ્ઞાનમાર્ગમાં વિશેષ રૂપે વેદ, ઉપનિષદ, પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે. તે જ રીતે જૈન સાહિત્યનાં આગમ ગ્રંથો, કલ્પસૂત્ર, ભગવતી, આચારાંગ, ઉત્તરાધ્યયન, વગેરેમાંથી વસ્તુ ગ્રહણ કરીને વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે. આગમ સાહિત્ય ઉપરાંત ૨૪ તીર્થંકરોનાં ચરિત્ર, નવપદ, નવતત્વ, સ્યાદ્વાદ, દ્રવ્યાનુયોગ અને યોગશાસ્ત્ર જેવા દાર્શનિક વિચારોનો આધાર લઈને જ્ઞાનમાર્ગની વિચારધારાનું અદ્યાપિપર્યંત સાતત્ય જળવાઈ રહ્યું છે.
૧૩૩
ભક્તિપ્રધાન રચનાઓ લાગણી અને હૃદયમાં ઇષ્ટ દેવ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાના પરિબળથી ઉદ્ભવી છે ત્યારે જ્ઞાનમાર્ગની રચનાઓ કઠિન ને દુર્બોધ હોવા છતાં બુદ્ધિગમ્ય થઈ શકે તેવી ચતુરાઈથી કાવ્યમાં સ્થાન પામી છે. કવિકર્મની આ મોટી કસોટી છે. તો વાચકવર્ગને માટે પણ બુદ્ધિનો પરિશ્રમ કરવો પડે તે પણ સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો સર્વોચ્ચ કવિ અખો છે. અખાના છપ્પા અને અન્ય રચનાઓમાં શાંકરમતના કેવલાદ્વૈત વેદાંતના સિદ્ધાંતનું એક યા બીજી રીતે નિરૂપણ થયેલું છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ વિશેના વિચારો પ્રગટ કરીને ત્રણે વચ્ચે ઐક્યતા દર્શાવી છે. જીવનને વાસનાની દોરીથી બચાવતી માયાનું સ્વરૂપ, આત્મસાક્ષાત્કાર, મનનું સ્વરૂપ, મુમુક્ષુ જ્ઞાની અને જીવનમુક્તિનાં લક્ષણો, ગુરુમહિમા વિશે વિચારો વ્યક્ત કર્યા છે. શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંત બ્રહ્મ સત્યં જગન્મિથ્યા જીવો બ્રહ્મવ નાપરઃ’ના વિચારપિંડની આસપાસ સઘળી કાવ્યસૃષ્ટિ વિસ્તરી છે. અખાએ જ્ઞાનમાર્ગના વિચારોને વ્યક્ત કરવામાં ઉપમા, રૂપકો, દૃષ્ટાંતોનો આધાર લીધો છે.
કેટલીક પંકિતઓ ઉદા.રૂપે જોઈએ તો
10
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org