________________
ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ)
કવિ ઋષભદાસના એક પદનું ઉદા. જોઈએ તો તેમાં પ્રભુની અષ્ટપ્રકારી પુષ્પપૂજા કરવામાં આવી છે તેનો સંદર્ભ છે
ગજરો ચઢાઊં રે, સેહરો ચઢાઊં રે,
મહારા ઋષભ જિણંદને રે.
ચંપા ચંબેલી ગુલાબ લ્યાઊં રે, જાઈ જુઈ માલતી વિધ ગુંથાઊં રે મારા ફૂલેવા જિણંદને રે.”
(જે.કા.પ્ર., પા. ૩૯૩)
૧૨૭
કવિ જિનદાસના પદમાં સંધ્યા સમયે પ્રભુભક્તિ કરવાનો ઉપદેશાત્મક વિચાર પ્રગટ થયો છે :
સાંઝ સમેં જિન વંદો ભવિજન, મેટત ભવ દુઃખ ફંદા ભવિજન; પ્રથમ તીર્થંકર આદિ જિનેશ્વર,
સમરત હોત આનંદો. ભવિજન... || ૧ ||
(જૈ.કા.મ., પા. ૩૯૯)
જૈન સાહિત્યમાં પદસ્વરૂપની કૃતિઓ આધ્યાત્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેમાં ચરિત્રાત્મક અંશો કે કોઈ પ્રસંગવર્ણનને સ્થાન નથી તે દૃષ્ટિએ સમગ્ર પદસાહિત્ય જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એમ ઉભયનો સંબંધ ધરાવે છે. જૈનતર પદોમાં પ્રસંગવર્ણન કે ચરિત્રાત્મક અંશો સ્થાન ધરાવે છે. ભક્ત કવિ નરસિંહનાં પદો વિપુલ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. પોતાના જીવનના પ્રસંગો અને શ્રીકૃષ્ણની સહાય પ્રાપ્ત થઈ હતી તેનાં પો ભક્તિના ચમત્કાર રૂપે જાણીતા થયાં છે. મીરાંબાઈનાં પદોમાં અંગત જીવનના પ્રસંગોને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ભાલણનાં પદોમાં ભગવાન રામચંદ્રજીની જીવનલીલાનું નિરૂપણ છે. જૈનેતર પદોની તુલનામાં જૈન
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org