Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 141
________________ ૧૨૭ શ્રાવક કવિ મનસુખલાલ જૂઠ તન ધન જૂઠ જોબન, જૂઠા તે ઘરવાસા, આનંદ ધન કહે સબ હી જૂઠ, સાચા શીવપુરવાસા // ૨ // (જી.કા.પ્ર., પા. ૩૯૧) કવિ ગંગના પદમાં શિયળ-બ્રહ્મચર્યનો મહિમા વ્યક્ત થયો છે. સર્વ વ્રતોમાં શિરામણિ એવું શીલ શિવપદ માટે પ્રધાન ગણાય છે : શીયલ ભવિ ધારો રે ભવિ, શીયલ ધરમકા મૂલ. શીયલ શેઠ સુદર્શન પાળ્યો, શૂલી ભઈ રે વિમાન. શીયલ. // ૧ / સતી સીતાએ શીલ પ્રભાવે, અગ્નિ ફી ભયો પાણી. રીયલ. // ૨ // (જી.કા.પ્ર., પા. ૩૯૮) પંડિત હરસુખના પદમાં વિચારણા તત્ત્વની થઈ છે. ચિદાનંદ તેરો હિ જ્ઞાન વિચાર, નવતત્ત્વ પટદ્રવ્ય પદારથ, ઇનકા ભેદ વિચાર, દયા ધર્મ હિ હૃદયમેં ધરકે, જિનવરનામ સંભાર //. ૧ / (જે.કા.પ્ર., પા. ૪૦૩) કવિ ઉદયરત્નનાં પદોમાં ભરપૂર વૈરાગ્ય અને ભક્તિભાવનાનો સમન્વય થયેલો છે. પ્રભુભક્તિનાં પદોમાં પણ ઊંડે ઊંડે વૈરાગ્યભાવ નિહિત છે. કવિએ ચિત્રાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રભુમૂર્તિનો મહિમા વર્ણવ્યો છે : અજબ બની છે સૂરત જિનજીકી, ખૂબ બની હૈ મૂરત જિનજીકી, નિરખત નયન થકિત ભયે મેરે, મીટ ગઈ પલકમેં મૂઢતા મનકી. અજબ. // ૧ / (જી.કા.પ્ર.પા. ૩૪૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180