________________
૫૦
શ્રાવક કવિ મનસુખલાલ
મધુકરનું રૂપક સાહિત્યમાં અત્યંત પ્રચલિત છે. ભ્રમરો પુષ્પ-પરાગને પામે છે તેવી રીતે મનુષ્યનું મન ભક્તિરૂપી પરાગને માટે લોભાય છે.
ચરણકમલ'ની ઉપમા એ પણ સર્વસામાન્ય રીતે અન્ય કવિઓએ પ્રયોજી છે. તે રીતે અહીં પ્રયોગ થયો છે. અન્ય સંબંધો છોડીને આત્મવિચાર વિશેની કવિની પંક્તિઓ જોઈએ તો
“પર પરિચય પર સંગ તજીને
નિજ હિત ધારી અમાનો, પર આશા ત્યાગી વિતરાગી
ધારી શુકલ શુભ ધ્યાનો. // ૫ // ભક્તની પ્રાર્થનાનો પદમાં ઉલ્લેખ થયો છે – કરૂણા કર કરૂણા કરી મુજપે તારોગે જિનભાણો, આશા દાસકી સફળ કરો અબ મનસુખ હોય કલ્યાણો. / ૮ / આત્મસ્વરૂપને અનુલક્ષીને પદરચનામાં કવિ જણાવે છે કે – “જ્ઞાયકરૂપ હમારો કેવલ અજર અમર નિદ્વેષ સદા”
(નવપૂ., પા. ૩૦૭) આત્મસ્વરૂપ પામવા માટે જિનેશ્વર ભગવાને જે માર્ગ બતાવીને વચનો કહ્યાં છે તેને શાસ્ત્રાનુસાર નયવાદથી સમજીને ગ્રહણ કરવાં જોઈએ. તો જન્મમરણ, શોક આદિ નષ્ટ કરીને જીવાત્મા શિવપદ પામી શકે. કવિના શબ્દોમાં ઉપરોક્ત વિચારો જોઈએ તો – “શુદ્ધ નયે જિન વચન વિચારે તત્ત્વ સુધારસ લેય તદા, રોગ શોગ પરતંત્ર ન હોવે રહે અનુભવ સુખભર હિરદા // ૫ ” - કવિની અભિવ્યક્તિમાં રૂપકનો પ્રયોગ થયો છે. તેમાં પ્રભુસ્મરણનો પરિચય કરાવ્યો છે. તાત્ત્વિક વિચારોને માટે રૂપકો અને દૃષ્ટાંતોનો સંદર્ભ લીધો છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org