________________
૮૦
શ્રાવક કવિ મનસુખલાલ
પંચાસ્તિકાય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ છે અને છઠ્ઠ જીવ દ્રવ્ય છે. વિશ્વસ્વરૂપ સમજવા આ દ્રવ્યોનો પરિચય આવશ્યક છે. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને ત્રિપદી આપી હતી. તેમાં જિન શાસનના મહત્ત્વના સિદ્ધાંતોનું રહસ્ય આવરી લેવામાં આવ્યું છે. કવિએ અહીં ગહુલીને અનુરૂપ સુકોમલ ભાવને બદલે તત્ત્વજ્ઞાનની ગહન વિગતોને સ્થાન આપીને ગહુલી રચી છે પણ મુખ્યત્વે તે ગુરુ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે તેનો મહિમા ગાયો છે.
(૭) સાંપ્રદાયિક રચનાઓના પાયામાં ધર્મની માહિતીના વિશ્લેષણની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે ઉપદેશનું તત્ત્વ રહેલું હોય છે. આવા સીધા ઉપદેશને વ્યક્ત કરતી ગર્લ્ડલી જોઈએ તો“શ્રી જિન આણા આદરો, લહિ નરભવ સાર... હાં .. હાં... રે.”
જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોમાં “જિનઆણા” જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન કરવાનો સમાવેશ થાય છે. તેના સંદર્ભમાં કવિએ કર્મસમૂહનો નાશ કરવો, જ્ઞાનમાર્ગમાં પ્રવૃત્ત થવું, મિથ્યાદૃષ્ટિનો ત્યાગ કરવો, અને શુભધ્યાનમાં લીન થવું વગેરે ઉપદેશાત્મક વિચારો પ્રગટ કર્યા છે. ગહેલી ધ્રુવપંક્તિ દ્વારા આવી વાણી જનહૃદયને અસરકારક બને છે.
(૮) કવિની એક ગહુલીનું શીર્ષક “ભગવાનની વાણી” છે તેમાં ઉપદેશાત્મક વચનોનો ઉલ્લેખ કરીને વાણીનો મહિમા ગાવામાં આવ્યો છે. આરંભની પંક્તિ જોઈએ તો
“સેવો શ્રી જિનવાણી ભદધિ તારણી” (નવપદ, પા. ૨૭૫)
ભગવંતની વાણી માટે દેશના' શબ્દપ્રયોગ પણ પ્રચલિત છે. આ ગહુલીમાં નવતત્ત્વના સંદર્ભમાં હેય, શેય અને ઉપાદેય વિશે પૂર્ણ અભ્યાસ યોગ્ય તાત્ત્વિક વિચારો કેન્દ્રસ્થાને છે. કવિના શબ્દો છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org