________________
ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ)
ભારતીય કાવ્યસાહિત્ય તરફ દૃષ્ટિ કરતાં ધર્મ અને ધર્મગ્રંથોના વિચારોની વિવિધ કાવ્યપ્રકારોમાં અભિવ્યક્તિ સર્વસામાન્ય રીતે જોવા મળે છે. એટલે કાવ્ય કે સાહિત્યને ધર્મથી ભિન્ન પાડી શકાય તેમ નથી. ધર્મ એ કાવ્યનું પ્રેરક ને પોષક બળ હતું. નરસિંહ અને મીરાંબાઈના સમય પહેલાં પણ સાહિત્યમાં ધર્મ પ્રત્યેનું વલણ વિશેષ રીતે એકરૂપ થયેલું હતું. જૈન સાહિત્યની રાસ, ફાગુ, વિવાહલો સ્વરૂપની રચનાઓમાં જૈન ધર્મના સિદ્ધાંતો અને અનન્ય પ્રેરક સાધુઓ અને માનવોના ચરિત્રનો વિસ્તાર કરતી ધર્મના પ્રભાવ, પ્રસાર અને ઉપદેશ માટે વિપુલ સંખ્યામાં રચાઈ હતી.
૪
કાવ્યસ્વરૂપની વિવિધતા પણ ધર્મ દ્વારા જ વિકસિત થયેલી છે. જૈનેતર કવિઓએ હિંદુ ધર્મના રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા જેવા પવિત્ર ગ્રંથો અને શ્રીકૃષ્ણ અને રામના જીવનને કેન્દ્રમાં રાખીને સાહિત્ય-રચના કરી છે.
દેહધારી ઈશ્વર ઉપર મનુષ્યની શ્રદ્ધા અને માનવ માનવ વચ્ચેના પ્રેમની માફક પ્રભુ પ્રત્યે સમર્પણ ભાવથી વ્યક્ત કરવામાં આવેલો પ્રેમ તે જ ભક્તિ. આવી ઉત્તમ ભક્તિથી મોક્ષપ્રાપ્તિ એ જ માનવજન્મની સાર્થકતા છે. ભક્તિમાર્ગનું આ એક વિશિષ્ટ લક્ષણ જનસમુદાયમાં પ્રેરક બની ગયું છે.
અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં વીર(પૂજા), (પ્રાર્થના) અને (સમર્પણ) - આ ત્રણ શબ્દો દ્વારા ભક્તિના સ્વરૂપને સ્પષ્ટ કરેલું છે. પ્રભુ સાથે એકરૂપ બનીને ગુણગાન ગાવાં, સંભાષણ કરવું, શરણ સ્વીકારવું, પ્રશ્ચાત્તાપ કરીને હૈયાને નિર્મળ બનાવવું અને એમની પવિત્ર જીવનકથાનું શ્રવણ કરવું એ બધી જ ક્રિયાઓ ભક્તિની છે.
ભગવદ્ ગીતાના નવમા અધ્યાયના ૨૬ થી ૨૯ શ્લોકમાંથી ભક્તિનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. આ શ્લોકમાં જણાવ્યું છે કે જે પુરુષ,
૧૧૭
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org