________________
ભક્તિમાર્ગ (ભક્તિનું સ્વરૂપ)
સમૃદ્ધ વારસો છે.
“જ્ઞાન પિામ્યાં મોક્ષઃ”નું સૂત્ર જૈન દર્શનમાં પ્રધાન હોવા છતાં કેવળ જ્ઞાનમાર્ગને પકડીને ક્રિયા પ્રત્યેની ઉપેક્ષાનું પ્રમાણ પણ વધ્યું છે. ક્રિયાવાદીઓ અજ્ઞાનતાથી ક્રિયા કરે અને તેની પાછળના રહસ્ય કે અર્થ સમજે નહિ તેટલા માત્રથી ક્રિયા ખોટી છે, જડ છે એમ માનવું ઉચિત નથી. તેમાં ક્રિયાવાદીની અજ્ઞાનતા કહો કે બેદરકારી કહો કે પછી જૈનકુળમાં જન્મ્યા એટલે વાર-તહેવારે કે પર્વને દિવસે અમુક ક્રિયા કરવી. આવા વલણથી ક્રિયા થતી હોય તેથી ક્રિયાનું મૂલ્ય ઓછું આંકી શકાય નહિ. જ્ઞાન અને ક્રિયા ઉભયના સમન્વયથી જ આત્મસાધનાના માર્ગમાં પ્રગતિ થઈ શકે તેમ છે. માત્ર ક્રિયા કે માત્ર જ્ઞાન શ્રેય સાધી શકે એ શક્ય નથી. આ બંન્નેનો સંઘર્ષ ચાલે છે ને આ દુષમ-સુષમ કાળમાં તેનું પ્રમાણ વધશે. કારણ કે લોકોને આરામખુરશીમાં મઝા કરતાં કરતાં ધર્મ કરવો છે. ધર્મ કરવા માટે કે આત્માને અનુલક્ષીને ધર્મ-આરાધના કરવા માટે તો શરીરને ક્રિયામાં જોડીને કષ્ટ આપવું પડશે. વિરતિમાં આવવું પડશે. વિરતિ રૂપી દ્વાર બંધ નહિ થાય તો અશુભ આસ્રવોથી કર્મબંધ થવાનો જ છે. એટલે બંનેની અનિવાર્ય ઉપયોગિતા સ્વીકારીને જ અધ્યાત્મમાર્ગની યાત્રા થઈ શકે છે. આવા સંઘર્ષના સંદર્ભમાં યશોવિજયજી ઉપા.ની સમક્તિના સડસઠ બોલની સજ્ઝાયની નીચેની પંક્તિઓનું ચિંતન કરીને સત્ય સમજીને આદરવું જોઈએ :
કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે ફરિયા રે, કહે કિરિયા નય કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે ? જલ પેસી કર પદ ન હલાવે, તારું તે કિમ તરશે રે ? દૂષણ ભૂષણ જે ઇહાં બહોળાં, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેહુ પખ સાથે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ઢાળ ૧૨ ગા. ૬૬/૬૭
૧૨૧
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org