________________
૯૮૨
શ્રાવક કવિ મનસુખલાલ
મોહ મદિરા મદમાં મૂયો તેણે આતમ તત્ત્વ ન સુજ્યો, જગ જંતુ એ છે પુદ્ગલ કહીએ,
એમાં ભોગ ધરમ નવિ લહિયે હ. / ૯ // પ્રાસયુક્ત રચનાથી અહીં પ્રાસાદિકતા રહેલી છે. તેમનાથ ભગવાન વિશે લગભગ મોટા ભાગના કવિઓએ વિવિધ સ્વરૂપોમાં દીર્ઘ કે લઘુ રચનાઓ કરીને એમના જીવન અને કાર્ય વિશે પ્રભાવશાળી નિરૂપણ કર્યું છે. આ કૃતિ સ્તવન તરીકે રસિક અને ભાવવાહી બની છે. : (૧૦) કવિની ગહુલીઓમાં એમની જૈનદર્શનના સિદ્ધાંતો પ્રત્યે પરમોચ્ચ ભાવના પ્રગટ થઈ છે. ગહુલીને અનુરૂપ મધુર પદાવલીઓની જગાએ જ્ઞાનમાર્ગના વિચારોને વ્યક્ત કરતી પંક્તિઓ વિશેષ છે. કવિની પદરચનાઓમાં આધ્યાત્મિક વિચારોનો વિશેષ પ્રભાવ હોવા છતાં ભક્તિભાવના પ્રગટ કરવામાં સફળતા મળી છે.
તેમાં દેશીઓનો પ્રયોગ અને ધ્રુવપંક્તિનો વિશિષ્ટ લય ગહુલીને અનુરૂપ બની કાવ્યરચના તરીકે આસ્વાદ્ય બને છે.
૫. ગઝલ
(૧) રાગ-ગઝલ પ્રભુ ફજલુ મજલું કરું મે આત્મ શક્તિ મેં, કજલુસે ચિતકો ધોઉંગા નિણંદ બેનર્સ / પ્રભુ / ૧ // રઝલું રહા સુણે ન શુદ્ધ જૈન વેન મેં / સમજલું મિલા ન હિરણસેં મિથ્યા કુનેનનેં // ૨ // ભવાબ્ધિ જલમેં ડબુ રહા, લોલુપ્ત વિષયુસે છે. નજલ મિલા તિસા રહા કભોગ તૃષ્ણાસું // ૩ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org