________________
૪૮
શ્રાવક કવિ મનસુખલાલ
“ક્યા પરને ઉપદેશ મૂરખ ક્યા પરને ઉપદેશ હો,
આતમ ગુણ થિરતા નહિ પાયો, બાહિર આવેશ.” કવિએ ઉપદેશાત્મક વિચારો રજૂ કરતાં જણાવ્યું છે કે મોહ અને પ્રમાદનો ત્યાગ કરીને સતત આત્મસ્વરૂપમાં રમણતા કેળવવી જોઈએ. પદની અંતિમ પંક્તિમાં કવિ જણાવે છે કે –
“આપ હિ આપ ચેતાવી મનસુખ લહો શિવ સુંદરિ ભોગો હો.”
(નવ.પૂ, પા. ૨૬૮) મોક્ષરૂપી સ્ત્રીને માટે “શિવસુંદરિ' શબ્દપ્રયોગ જૈન સાહિત્યમાં ઘણા કવિએ પ્રયોજ્યો છે. કવિએ પોતાના આત્માને રીઝવવા માટે ઉદ્બોધન કરતા પદની રચના કરી છે. વ્યવહારજીવનમાં રાજા, હાથી, ઘોડા અને ભૌતિક સામગ્રીને રીઝવવાથી કોઈ લાભ નથી. આ બધું નશ્વર છે. આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિ માટે જ પુરુષાર્થ કરવો જોઈએ એમ કવિ જણાવે છે. પદની આરંભની પંક્તિ જ તેના કેન્દ્રવર્તી વિચારને રહસ્યમય રીતે પ્રગટ કરે છે.
“ચેતન એક હી તુજ રીઝે ઔર રીઝે કછુ કામ ન આવત.”
(નવ.પૂ, પા. ૨૬૯). એમનાં પદો શુદ્ધ અધ્યાત્મમાર્ગના એટલે કે જ્ઞાનમાર્ગી કવિતાના વારસા સમાન છે. “મને તારી વાણી પ્યારી આદિ જિHદાઆ પદ સાત ગાથામાં રચાયું છે. કવિએ આદીશ્વર ભગવાનના ગુણોની માહિતી આપીને આત્મસ્વરૂપ તરફ ભક્તોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
“જ્ઞાયક સમય ન ચૂકે શાને
દેખે દરશન પરમાનંદા, રમ્ય રમણ શુદ્ધ પક્વ પૂરણ
અખલિતવીર્ય અનંત અભેદા. // ૧ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org