________________
શ્રાવક કવિ મનસુખલાલ
એમનાં પદો અધ્યાત્મ-રસસભર છે. કવિના જીવનમાં હુકમમુનિ ઉપરાંત દેવચંદ્રજીના સાહિત્યનો પ્રભાવ પડ્યો હતો. આ પુસ્તકમાં કવિએ દેવચંદ્રજીકૃત પાંચ સમિતિ, સાધુની પાંચ ભાવના, પ્રભંજનાની સજ્ઝાયનો સંચય થયો છે.
૪૭
‘નવપદ પૂજાદિસંગ્રહ' ભક્તિમાર્ગની વૈવિધ્યપૂર્ણ રચનાઓનો સંચય છે. તેમ · તાં જ્ઞાનમાર્ગની વિશિષ્ટતા તો પરોક્ષ રીતે આવી જાય છે. કવિની નાની-મોટી સર્વ કૃતિઓમાં જ્ઞાનમાર્ગ કેન્દ્રસ્થાને રહેલો છે.
૫. આધ્યાત્મિક પદો
કવિનાં પદોમાં પદસ્વરૂપની સંક્ષિપ્તતા, ગેયતા, ભક્તિ અને જ્ઞાનમાર્ગના વિચારોનો સમન્વય થયો છે. ગેય દેશીઓ અને પ્રચલિત રાગોનો પ્રયોગ કરીને પદસ્વરૂપની માવજત કરી છે. આવાં આધ્યાત્મિક પદો જૈન સાહિત્યનું દિગ્દર્શન કરાવવામાં સફળ નીવડે છે.
કવિની પદરચનાઓનો પરિચય નીચે દર્શાવ્યા પ્રમાણે છે. “પ્રેમ લગા હમારા ગુરુ બૈં'નુંસે” આ પદની ચાર ગાથા છે. તેમાં હિન્દી ભાષાનો પ્રભાવ પડેલો જોવા મળે છે.
“ચંદ્ર ચકોર મોર રત મેઘે સુર રિંજે નંદનબનસે, અલિમન કુસુમશું મીનકું પાણી;
ગજગંગા કજલી બનસે.
(નવ.પૂ., પા. ૨૬૬)
“ગુરૂ સમ ઔર દયાલ ના દેખા મનસુખ શિવપદ જૈનુ સે.”
જૈન અને હિંદુ સાહિત્યમાં ગુરુનો મહિમા અપરંપાર છે તેનો અહીં પરિચય થાય છે. સંત કબીરે પણ ગુરુનો જ મહિમા ગાયો છે અને
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org