________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૪૯
કવિએ પ્રાસયુક્ત અભિવ્યક્તિમાં ભગવાનના ગુણોનો પરિચય કરાવ્યો છે –
સહજ સુઉજ્જવલ લુપ્ત સમાધિ,
સંજય સિદ્ધ સ્વભાવ જિગંદા, તું હિ અકિંચન નિજ ગુણ કિંચન
સત્ય સદાશિવ બ્રહ્માનંદા. // ૪ // આ પદની રચના રાગ પૂર્વમાં થઈ છે. તેમાં “ઘડિ ઘડિ સાંભરે સોઈ સલૂના” એ દેશીનો પ્રયોગ થયો છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો પરિચય કરાવતી પંક્તિ નીચે મુજબ છે – શિવ સુખ વાણી તારી સહજ બતાવે.”
(નવ. પૂ., પા૩૦૫) ભગવાન શિવસુખનો માર્ગ પોતાની દિવ્ય વાણીથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનો ઉદ્ધાર કરવા માટે બતાવે છે. આત્માને સ્વસ્વરૂપનો પરિચય થાય છે પછી કશું જ મેળવવાનું બાકી રહેતું નથી. સ્વસ્વરૂપની સ્થિતિ વિશે કવિ જણાવે છે કે –
“આતમ રામ રમા શીવ રમતાં
વ્યક્તિ અનંત સ્વતંત જમાવું, અખિલ ગુણથીર પwવ ધ્યાને
આત્મરૂપસ્થ અરૂપ લગાવે. // ૨ // ભક્ત ભગવાનનાં ચરણો પરવારી જાય છે અને ભક્તિની મસ્તીમાં ડૂબીને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે મારો ઉદ્ધાર કરો. આત્મા સ્વ-સ્વરૂપમાં રમણતા કેળવે તો જ ઉદ્ધાર થાય. “પર” એટલે કે અન્ય સંબંધો નકામા છે. એવા વિચારો પદમાં દર્શાવ્યા છે.
આ પદની આરંભની પંક્તિમાં જ કવિત્વશક્તિ જોઈ શકાય છે. “તારક તેરે ચરણકમલ મેં મને મધુકર લોભાણો.”
(નવ. ૫., પા. ૩૯૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only WWW.jainelibrary.org