________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
આ પદની આરંભની પંક્તિ નીચે મુજબ છે –
“ક્યા મનવાર કરું તો જિગંદા તેરી” –આ પદ ગીત સાથે સામ્ય ધરાવે છે. કવિની કલ્પનાશક્તિની અહીં વિશષતા જોવા મળે છે. ભગવાન મનમંદિરમાં આવ્યા છે. સમક્તિના સિંહાસન પર બેઠા છે. ખેતી અને મૃદુતા ગુણો પ્રભુને ચામર વીંઝે છે. ભગવાન પંચાચારની કળીને ગ્રહણ કરીને ઉપયોગપૂર્વક પગલાં ભરે છે. ભાવદયારૂપી તોરણ બંધાયાં છે. અમરતાનો ઢોલ વગાડે છે. પ્રભુ આગળ ધૂપ-દીપ ધરવામાં આવે છે. કવિની અભિવ્યક્તિમાં પ્રભુ પ્રત્યેની અચળ શ્રદ્ધાનો ભાવ પ્રગટ થયો છે. કેટલીક નમૂનેદાર પંક્તિઓની નોંધ નીચે મુજબ છે –
“ચુન ગુન કલિયા પંચાચાર કી સહજ સુવાસિત પગર ભરું, ત્રિભુવન નાયક તું હી હમારો સાચો તું હિ જ સિદ્ધ.” “તૃપ્ત ભયો એ તુજ દરિશન તે વિષય વિકારમેં ના હીં પરું, પ્રેમે તુજ પરિવાર મનાવું કોઈ સમય પણ નહીં વિસરું.”
ઉપરોક્ત પંક્તિઓમાં વર્ણની માધુર્યતા પ્રગટ થયેલી છે ને સાથે સાથે પ્રભુ પ્રત્યેનો અપૂર્વ પ્રેમભાવ પ્રગટ થયો છે. આ રચના પદ કરતાં ઉત્તમગીતના ઉદાહરણરૂપ છે. જ્ઞાનપ્રાપ્તિ દ્વારા આત્મજાગૃતિ વ્યક્ત કરતી પંક્તિ જોઈએ તો “જાગી રહો સુજ્ઞાયક ભાવમાં, મોહ મમતા ક્રોધાદિક કષાય.”
(નવ.પૂ., પા. ૪00) વિષયવિકારનો ત્યાગ કરીને સમતામાં રહેવાની ઉપદેશાત્મક વાણી છે. કુમતિ ને કદાગ્રહનો ત્યાગ કરવો જોઈએ અને મોહ-મંદિરમાંથી બહાર નીકળવું જોઈએ. જ્ઞાનનો અક્ષય સમુદ્ર ભરેલો છે. તેમાં સ્યાદ્વાદની વાણી સમજવી જોઈએ. ઉપરોક્ત વિગતો એ આત્માને ઉદ્ધોધન રૂપે રજૂ કરી છે. આત્મા જાગૃત છે અને પરમાત્માસ્વરૂપને પામવા માટે લાયક છે. એમ ત્યારે જ લાગે કે કવિએ કહેલા વિચારો પ્રત્યેની શુભ ભાવના હોય ને દુર્ગણોનો ત્યાગ કર્યો હોય. આ પદ શુદ્ધ તત્ત્વજ્ઞાનના વિષયને સ્પર્શે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org