________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૪૫
રચનામાં દેશી અને ધ્રુવપંક્તિ ઉપરાંત અક્ષરમેળ અને માત્રામેળ છંદોનું પ્રયોગવૈવિધ્ય જોવાય છે. આ વિવિધતાથી કાવ્યરસનું સાતત્ય જળવાઈ રહે છે.
જિનવાણીનું સ્વરૂપ અને મહિમા દર્શાવતી “જિનવાણી બાવની'ની રચના કરી છે. ચાર વિભાગમાં આ રચના વહેંચાયેલી છે. પ્રત્યેક વિભાગમાં ૧૩ ગાથા છે એમ ચાર વિભાગની પર ગાથા હોવાથી બાવની' શબ્દપ્રયોગ કર્યો છે. જૈન સાહિત્યમાં “બાવીશી', “પચ્ચીશી', છત્રીશી' રચના મળી આવે છે તે પ્રમાણે “બાવની' (પર) ગાથાની રચનાઓ પણ ઘણી થયેલી છે. કવિ જણાવે છે કે –
સાર સદા જિનવાણિ, પરમ મહામંત્ર છે. ધારો સુપન મોજાર, પરમપદ તંત્ર છે, શુદ્ધ સાધ્યવલિ સાધન લખીએ એહથી મોહ અરિ મરી જાય, કોઈનો ભય નથી. / ૧ /
(નવપદ પૂજાદિસંગ્રહ, પા. ૨૪) જિનવર વીર વાણી, પંચ આચાર દાઈ. સુવચન વિનયથી, આત્મતા આત્મ પાઈ વ્રતપણે પણ આવે, મોહ મિથ્યાત નાસે, વિપરિત મતિ ત્યાગી, શુદ્ધ સાવાદ ભાસે.
(નવ, પૂ, પા. ર૩૦) ગéલી એટલે ગુરુમહિમા. ગુરુ પ્રત્યે ઉપકારની ભાવના. જૈન સાહિત્યની લઘુકાવ્ય રચના છે. કવિ ગુરુ વિશે જણાવે છે કે,
“ગુરૂજી હુંશીલા, માહરા ગુરૂજી ખાંતિલા, સેવો શ્રી જિનવાણી ભવોદધિ તારણી.”
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org