________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
કવિ મનસુખલાલે નવપદનો પરિચય “દોહરા”માં કરાવ્યો છે - “પરમ ધરમ મંગલ સદા, મંગલ શ્રી અરિહંત, મંગલ સિદ્ધ અનંત છે, આચારજ ભગવંત. // ૧ / વાચક મુનિ મંગલ સદા, દર્શન જ્ઞાન ચરિત્ર, તપ નવપદ મંગલ મહા, શ્રી જિનવચન પવિત્ર. / ૨ // આરાધક આણાધરું, પામે પરમ કલ્યાણ, પદ પદ મંગલ તે લહે, રિદ્ધિ સિદ્ધિ નિધાન / ૩ !”
(નવ. પૂ, પા. ૧) કવિની આ રચના પર યશોવિજયજી ઉપાધ્યાયનો પ્રભાવ પડેલો જોવા મળે છે. સામાન્ય રીતે પૂજાનો આરંભ દુહાથી થાય છે. જ્યારે કવિએ માલિની, હરિગીત, મંદાક્રાન્તામાંથી કોઈ એક છંદથી પૂજાનો પ્રારંભ કર્યો છે. ઢાળમાં વિષયવસ્તુની વિગતો આપી છે. પૂજાને અંતે કાવ્યની રચના માલિની, ભુજંગી કે ઇન્દ્રવજા છંદપ્રયોગોમાં કરી છે. એમની અન્ય રચનાઓના સંદર્ભમાં એમ કહી શકાય કે કવિને છંદશાસ્ત્રનું અને સંગીતનું પદ્ધતિસર જ્ઞાન હતું. કવિની પ્રત્યેક રચના આના ઉદાહરણરૂપ છે.
પૂજા
૧. નમો નમો કે શત્રુંજય ગિરિવર. ૨. મનડું મોહ્યું રે મન મોહનજી. ૩. પ્રભુ પડિમા પૂજીને પોસહ કરિયે રે. ૪. મુક્તિ સે જાઈ મિલ્યો મોહન. ૫. વત સાતમેં વિરતિ આદરું રે લો. ૬. અનિહાં રે વહાલો વસે. ૭. એગુણ જ્ઞાન રસાળ ભવાયાં.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org