________________
૧૦
શ્રાવક કવિ મનસુખલાલ
કવિનો જન્મ સં. ૧૮૯૯માં થયો હતો અને અવસાન સં. ૧૯૪૬માં થયું તે રીતે વિચારતાં એમનું આયુષ્ય લગભગ ૭૭ વર્ષનું માનવામાં આવે છે.
કવિજીવનના પ્રસંગોનો વિચાર કરતાં એમના જીવનની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ તો સદ્ગુરુની શોધ, તીવ્ર જ્ઞાનપિપાસા, ઉત્કટ આત્મલક્ષી - શુદ્ધ ઉપયોગની ભાવના, પ્રભાવશાળી ઉપદેશક, જ્ઞાનમાર્ગની વિચારધારાના કવિ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રાપ્ત કરાવવાની આકાંક્ષા, અભુત સ્મરણશક્તિ અને જિનશાસનની પ્રભાવના વગેરે એમની પ્રતિભાના અંશો છે.
એમના જીવનચરિત્રની વિગતો “સુમતિપ્રકાશ' ગ્રંથના પ્રારંભમાં એમના પુત્ર મહાસુખલાલે આપતાં લખ્યું છે : પિતા-પુત્રના સંબંધને કારણે એમણે આપેલી જીવનવિષયક માહિતી વધુ આધારભૂત માની શકાય તેમ છે. આ સિવાય એમના ચરિત્ર વિશે જાણવાનું કોઈ સાધન ઉપલબ્ધ નથી. એમના ચાર ગ્રંથો જ એમના જીવન અને કાર્યનો સાક્ષાત્કાર કરાવવા સમર્થ છે. એમના જીવનની ભૌતિક માહિતી કરતાં જીવનમાં સાધનાના મૂળભૂત અંગેની શ્રુતજ્ઞાનોપાસના અને તેના પ્રસાર માટેનો પ્રયત્ન એ જ સારભૂત તત્ત્વ છે. આત્મસ્વરૂપને પામવા માટે અજ્ઞાનરૂપી અંધકારમાં ગોથાં ખાતા લોકોને જ્ઞાનનો સાચો માર્ગ બતાવવાનું પુણ્ય કાર્ય કરીને કવિ અમર કીર્તિને વર્યા છે.
આવા જ્ઞાની હોવા છતાં મનસુખલાલે દીક્ષા કેમ ન લીધી આ પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે થાય. પણ દરેક વ્યક્તિ પૂર્વસંચિત કર્મોના ઉદયથી વર્તે છે. ચારિત્રમોહનીય કર્મના કારણે દીક્ષા લઈ શક્યા નહિ એમ માનવું જોઈએ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વિશેષ એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને ઉપદેશ દ્વારા શુદ્ધાત્મ સ્વરૂપ પામવાના માર્ગમાં ભક્તોને રસ લેતા કર્યા. એમના જીવનના આ કાર્ય માટે સૌ કોઈએ ગૌરવ લેવા જેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનમાર્ગનો વિસ્તાર કરી મહાત્મા તરીકે જીવ્યા. મનસુખલાલ પણ સંસારી પુરુષોમાં સંત-મહાત્મા
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org