________________
૨૨
શ્રાવક કવિ મનસુખલાલ
ભાવ પામી શકાય તેમ છે. સત્સંગ-જ્ઞાની પુરુષની સોબત અને ગુરુગમ દ્વારા પત્રિકાના સર્વ વિચારો આત્મસાત્ કરી શકાય તેમ છે. દ્રવ્યાનુયોગ કઠિન છે છતાં તેમાં પુરુષાર્થ કરવામાં આવે તો આત્માનંદની જીવનમાં અધ્યાત્મનો અભિનવ રંગ લગાડે છે, જે અનુભૂતિ ચિરકાળ પર્વત સ્થાયી રહે છે ને વૃદ્ધિ પામી સ્વરૂપાનુસંધાનમાં નિમિત્તરૂપ બને છે. સાધનાનો માર્ગ ભક્તિ જેવો સહજ સાધ્ય નથી. અહીં તો મનની સ્થિરતા, બુદ્ધિનો વિનિયોગ અને આત્મસ્વરૂપ પામવાની લગની લાગી હોય તો જ પત્રિકાનો ગહનભાવ કે રહસ્યને પામી શકાય તેમ છે. સુમતિવાળો માનવી વિલાસ કરી શકે. કુમતિ કે મિથ્યાત્વી તેનો રસ પામી શકે નહિ. સુમતિવિલાસ માટે આ પત્રિકા વાચકોને પડકારરૂપ છે. કવિના વિચારોને પામે તો શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય.
૨. સુમતિ વ્યવહાર
જૈન ધર્મના મૂળભૂત ગ્રંથો આગમની પ્રાકૃત ભાષા અને અન્ય દાર્શનિક ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. વિદ્વાનો સિવાય તેનો અભ્યાસ સર્વસામાન્ય જનતાને માટે અશક્ય છે. દ્વાદશાંગ, દ્રવ્યાનુયોગ અને સ્યાદ્વાદ જેવા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા હેતુથી આ ગ્રંથની રચના કરી છે. મૂળભૂત રીતે તો મોક્ષમાર્ગને કેન્દ્રમાં રાખીને કેટલીક માહિતી સંદોહન કરીને ગ્રંથસ્થ કરવામાં આવી છે. પ્રસ્તાવનામાં કવિ જણાવે છે કે –
ભવભ્રમણના અસહ્ય તાપોથી ઉદ્વિગ્ન અનંત સ્વાધીન સુખરૂપ પોતાનું શુદ્ધાતમ સ્વરૂપ (મોક્ષ) સાધવાને તેનો મોક્ષનો) સાધ્ય સાપેક્ષ વ્યવહાર જાણવા આાદરવા માટે ઉત્સુક ન્યાયદૃષ્ટિ વિનયી પુરુષો આ ગ્રંથના અધિકારી છે. સદ્દગુરુના ગુરુગમ વડે સંસારતાપથી ઉદ્વિગ્ન થઈ વિષય-વિકારોથી વિરામ પામી શુદ્ધાતમ સ્વરૂપના ગ્રાહક સાધ્ય સાપેક્ષ શુદ્ધ વ્યવહાર જાણી આદરી અનાદિ અવિદ્યા વડે જ્ઞાનાવરણાદિક કર્મથી મલિન
Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org