________________
૨૮
શ્રાવક કવિ મનસુખલાલ
ટાલી અડ અતિચાર વિનય યુત, ચુતધરની આણા સેવો. દરશન જ્ઞાન ચરણ શિવ કારણ, મનસુખ સેવો શ્રુતમેવો / ૧ /
(સુ.વ્યય, પા. ૩૫૯) આ રીતે સુમતિવ્યવહારગ્રંથના તાત્ત્વિક વિષયો જ્ઞાન અને ભક્તિમાર્ગના વિચારોને પ્રગટ કરે છે.
કવિની વિશેષતા છે કે ગ્રંથને અંતે “શબ્દાર્થ કોષ' શીર્ષકથી ને દર્શનને લગતા પારિભાષિક શબ્દો વિષે કક્કાવારી પ્રમાણે સમજૂતી આપી છે. તત્ત્વજ્ઞાનના ગહન-ગંભીર વિચારોને શબ્દાર્થ જાણીને પણ સમજી શકાય તેમ છે. કવિની ઇચ્છા એવી છે કે સૌ કોઈ આવા વિષયોને ગ્રહણ કરીને આત્મસ્વરૂપ પામવાના માર્ગમાં વિશેષ પ્રગતિ કરે.
વિવિધ પ્રકારની ગેય દેશીઓ, સંસ્કૃત વૃત્તો ને માત્રામેળ છંદોનો આશ્રય લઈને લયબદ્ધ રચના કરી છે. પાને પાને તત્ત્વજ્ઞાનના વિચારો ઊભરાય છે. કવિના અંતરમાં “આત્મા પરમાત્મા છે” – સિદ્ધ બુદ્ધ બની શકે છે તે વિચારને આત્મસાત્ કરવા માટેના શાસ્ત્રીય વિચારોને વિવિધ કાવ્યપ્રકારો દ્વારા પ્રગટ કર્યા છે.
સુમતિવ્યવહાર ગ્રંથ ઈ.સ. ૧૯૦૮માં પ્રગટ થયો હતો. ગ્રંથપરિચય ઉપરથી સૌ કોઈને ખ્યાલ આવશે કે કોઈ ગુરુગમ કે પંડિત પાસે અભ્યાસ કર્યો ન હોવા છતાં જૈન દર્શનના ગૂઢ વિચારોને સર્વસાધારણ જનતાના લાભાર્થે વ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યો છે. તે ઉપરથી તેઓ માત્ર કવિ નહિ પણ સાચા જ્ઞાની મહાત્મા હતા તેવું જણાય છે.
આ પરિચય તો માત્ર જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરવા માટે ભૂમિકા પૂરી પાડીને આત્માર્થી જનો વિશેષ ઉદ્યમવંત બની આત્મસ્વરૂપ સમજવા અને તે માટે દર્શાવેલા માર્ગમાં ચરણ-કરણાનુયોગથી પ્રવૃત્ત થાય ને અંતે કવિ ઇચ્છે છે તે મોક્ષપદ પામી શકાય તેમાં નિમિત્ત રૂપ બને એવો શુભ આશય ગર્ભિત રીતે વ્યક્ત થયેલો છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org