________________
૩૪
શ્રાવક કવિ મનસુખલાલ
સીમંધર જિન સ્તવનની પંક્તિઓ અત્રે ઉદાહરણ રૂપે નોંધવામાં આવી છે –
શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવ ધારો, શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમએ, પ્રગટો તેહ અહારો રે,
સ્વામી વિનવિયે મન રંગે // ૧ /
(સુ.પ્ર., પા. ૨૧૭) અવલંબન ઉપદેશક રીતે શ્રી સીમંધર દેવ; ભજીયે શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીયે ભવભય ટેવ રે.
સ્વામી. / ૯ /
સુ.મ., પા. ૨૨૨) આ રીતે આત્મસ્વરૂપને ઉપકારક વૈવિધ્યપૂર્ણ તત્ત્વદર્શનની માહિતીવાળો ગ્રંથ જ્ઞાનમાર્ગના ગુજરાતી ગ્રંથોમાં ઉત્તમ કોટિનો છે.
કવિએ વિવિધ દેશીઓની સાથે વિવિધ અક્ષરમેળ અને માત્રામેળ છંદોનો પ્રયોગ કરીને કવિશક્તિનો પરિચય કરાવ્યો છે. આ ગ્રંથની રચના ઈ.સ. ૧૯૧૧માં થઈ હતી.
સુમતિપ્રકાશ ગ્રંથમાંથી નમૂનારૂપે વિષયપરિહારની ઢાળ – ૨, ૭, ૮ની પંક્તિઓ અત્રે કવિના શબ્દોમાં નોંધવામાં આવી છે. તે ઉપરથી એમની વિચારધારા અને આત્મવૃત્તિનો પરિચય થાય છે. સાથે સાથે એમની કવિ-પ્રતિભાનો ખ્યાલ આવે છે.
વિષયપરિહાર વિશે કેટલીક ઉપમાઓ અને દૃષ્ટાંતો દ્વારા ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કરતી ઢાળ-૨ અત્રે ઉદાહરણરૂપે નોંધવામાં આવે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org