________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
પામ્યું. યશોવિજયજીએ સૌપ્રથમ નવપદનો મહિમા પૂજાસ્વરૂપમાં ગાયો છે.
નવપદમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, દર્શન-જ્ઞાનચારિત્ર અને તપનો સમાવેશ થાય છે. પ્રત્યેક પૂજામાં એક પદના સ્વરૂપની માહિતી રહેલી છે.
પૂજા ઉપરાંત સ્તવન, રાસ, સ્તુતિ અને ચૈત્યવંદન સ્વરૂપમાં પણ નવપદને વિષય તરીકે કવિઓએ સ્વીકાર્યો છે.
યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદની પૂજા નવપદની પૂજા-રચના યશોવિજયજી ઉપાધ્યાયે કરી હતી.
સામાન્ય રીતે પૂજાનો આરંભ વિષયપ્રવેશ કે વસ્તુદેશક દુહાથી થાય છે. અહીં કવિએ દુહાને બદલે પ્રત્યેક પૂજામાં ભુજંગપ્રયાત્. છંદમાં વસ્તુનિર્દેશ કર્યો છે.
કવિએ સિદ્ધચક્રની સ્તુતિ કરીને તેનો મહિમા દર્શાવ્યો છે. કવિનું સંસ્કૃત ભાષાનું અગાધ જ્ઞાન હતું એનો પરિચય પૂજાના આરંભમાં જ થાય છે. એમની સંસ્કૃત ભાષાની રચનાઓ પણ ગુજરાતી ભાષાની રચનાઓ જેટલી લોકપ્રચલિત બની છે. જૈન ધર્મના જ્ઞાનમાર્ગની કવિતામાં એક ઐતિહાસિક દસ્તાવેજ સમાન એમની રચનાઓ છે. નમોડનંત સંત પ્રમોદપ્રદાન પ્રધાનાય ભવ્યાત્મન ભાસ્વતાય થયા જેહના ધ્યાનથી સૌખ્યભાજા સદા સિદ્ધચકાય શ્રીપાળ રાજા:
૧, ૨, ૪ એ ત્રણ પંક્તિઓ સંસ્કૃત ભાષામાં અને પંક્તિ ૩ ગુજરાતી ભાષામાં છે. આમ કવિએ દુહાને સ્થાને છંદરચના કરીને પછી ઢાળમાં નવપદના સ્વરૂપની માહિતી આપી છે. પૂજાને અંતે કાવ્યરચના છે જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં થઈ છે. તેના દ્વારા નવપદ વિશે મિતાક્ષરી પરિચય થાય છે. એમની રચનામાં સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એમ ત્રણ ભાષાનો સમન્વય સધાયો છે.
કવિએ ઉલાળાની દેશી અને શ્રીપાળના રાસની દેશીનો પ્રયોગ કરીને
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org