________________
શ્રાવક કવિ મનસુખલાલ
પ્રત્યેક પૂજા રચી છે. નવપદના રહસ્યને સમજાવવાનો કવિએ પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. પારિભાષિક શબ્દોના અર્થ વગર તેનો મહિમા સમજી શકાય તેમ નથી. અન્ય કવિઓએ પણ વત્તાઓછા પ્રમાણમાં આવા શબ્દપ્રયોગો કર્યા છે. ચાર નિક્ષેપ, સાત નય, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આગમ વગેરે શબ્દો કઠિન છે.
૪૦
આ પૂજામાં નવપદના ઊંડા રહસ્યની વિગતો ગૂંથી લેવામાં આવી છે. વળી પ્રાકૃત શબ્દોનો પ્રયોગ પણ વિશેષ છે. ભક્તિ અને જ્ઞાનના સમન્વયંવાળી યશોવિજયજીની પૂજા એ નવપદનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં ઉપકારક છે. યશોવિજયજી પછી પદ્મવિજયજી અને આત્મારામજીની ઉપરોક્ત વિષયની પૂજા સરળ અને સુગ્રાહ્ય છે. યશોવિજયજી પ્રકાંડ પંડિત હતા એટલે એમના પાંડિત્યનો પરિપાક રચનાઓમાં હોય તે સ્વાભાવિક છે.
(વિવિધ પૂજાસંગ્રહ, પા. ૩૧૫)
પંડિત પદ્મવિજયજીકૃત નવપદની પૂજા
પંડિત પદ્મવિજયજીએ સંવત ૧૮૩૮ના મહા વદ બીજને ગુરુવારે લીંબડીના ચાતુર્માસ દરમ્યાન આ પૂજાની રચના કરી હતી. આ પૂજામાં નવપદના સ્વરૂપના પરિચય સાથે શાસ્ત્રીય સંદર્ભો અને દૃષ્ટાંતરૂપ વ્યક્તિઓનો ઉલ્લેખ થયેલો છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનની ઝાંખી રસિક અભિવ્યક્તિ દ્વારા થઈ છે. દુહો, ઢાળ, કાવ્ય અને મંત્ર એમ પૂજાના નિયમ પ્રમાણે કવિએ રચના કરી છે. કવિએ ભૈરવ, દેશાખ, ફાગ, બિહાગડો અને વસંત રાગનો પ્રયોગ કર્યો છે. તદુપરાંત પ્રચલિત દેશીઓથી આ પૂજા વધુ લોકપ્રિય બની છે. ધાર્મિક પ્રસંગોએ પદ્મવિજયજીની આ પૂજા વિશેષ ગવાય છે. નમૂનારૂપ દેશીઓ અને ધ્રુવપંક્તિ જોઈએ તો
“પારિજાતિનું 좋더 જિનવર આવજો રે
સંભવ
મુજ ઘર
સરગથી
વિનતિ
નાથ.
Jain Education International2010_03 For Private & Personal Use Only
-M
www.jainelibrary.org