________________
૨૪
શ્રાવક કવિ મનસુખલાલ
જેવા ગહન વિચારોને ઢાળબદ્ધ ગેય દેશમાં ગૂંથી લેવામાં આવ્યા છે.
કવિની રચનાઓમાં વિવિધતા છે. અહીં અનાથી મુનિની સઝાયને સ્થાન આપેલ છે.
આત્મસ્વરૂપ કર્તા-અકર્તા-ભોક્તા, સામયિક-પ્રત્યાખ્યાન, સંયમવૈતરણી, શત્રુ-મિત્ર-અરિહંત આદિ નવપદ, દશયતિ ધર્મ, સુગુરુ-કુગુરુ, કેશી સ્વામી - ગૌતમ સ્વામી પ્રશ્નોત્તર, તેરક્રિયા વગેરે વિષયોનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
બધા જ વિષયો તત્ત્વજ્ઞાન-આત્મસ્વરૂપને લગતા છે જે એકાંતે મોક્ષમાર્ગમાં સ્થાન મેળવવા અનન્ય ઉપકારક છે.
તદુપરાંત સ્તવનો, સક્ઝાય, ગહુંલીઓ, ચૈત્યવંદન અને આધ્યાત્મિક પદો પણ રચ્યાં છે તેનો સમાવેશ કર્યો છે.
સ્તવન ચોવીશીની રચના પણ એમની પ્રભુભક્તિની અપૂર્વ શ્રદ્ધા વ્યક્ત કરે છે. કળશમાં તેની રચનાસમય જણાવ્યો છે :
દોહદ સંવત ઓગણીશ ત્રેસઠ, અશ્વિન રંગ જમાવો, શુકલ એકાદશી ગુરુગુણ રંગે, હરખત રંગ વધાવો રે.
(સુ.વ્ય, પા. ૩૦૯) કવિએ પોતાની લઘુતા, નમ્રતા અને મતિ મંદતાનો નિખાલસતાથી ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે,
. જિન ગુણ ગણ કેમ થણી શકું પૂરા, મુજ મતિ બાલ સ્વભાવે, પણ ગુણ એક સ્તવે જન કોઈ, નાશે સર્વ વિભાવો રે. // ૭ // -
(સુ.વ્ય., પા. ૩૦૯) કવિની ચૈત્યવંદન ચોવીશી પણ નોંધપાત્ર છે. ઋષભ આદિથી મહાવીર સ્વામી સુધીના દરેક તીર્થકરના ચૈત્યવંદનની રચના કરી છે.
કવિની વિશેષતા છે કે સ્તવન અને ચૈત્યવંદન ચોવીશીની રચનામાં
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org