________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૧૫
ભાગોળે આવી એક વૃક્ષ તળે વિશ્રામ કર્યો અને પોતાના નોકરને કુરંગી પાસે મોકલ્યો. (સુમતિવિલાસ, પા.નં. ૧૫)
(પા. ૧૦૮) મૈત્રીભાવનાનું નિરૂપણ કરતો ગદ્યખંડ જોઈએ તો સર્વજીવ સાથે મિત્રભાવનું ચિતવવું, જેમ પોતાનું ઇષ્ટ ઇચ્છીએ તેમ સર્વે જીવનું કલ્યાણ ચાહવું – જેમ કે મારા જીવમિત્રો મિથ્યાત્વાદિકને વશ પડી વિષયકષાયાદિકની વેદના વેદી ભવભ્રમણના તાપને ભોગવે છે. મારી જે શક્તિ છે તે ફોરવી તે શત્રુના તાબાથી જીવબંધુઓને છોડાવું અગર હજુ પણ મારી શક્તિ વિશેષ હોય તો એક જીવને પણ મિથ્યાત્વાદિકને વશ રહેવા દઉં નહિ. વળી કોઈનું બિલકુલ બૂરું ચિંતવવું નહિ. સર્વ પોતાના જ્ઞાનાનંદના ભોક્તા થાઉં એમ ચિંતવન કરવું તે મિત્રભાવના જાણવી. ઈહાં સર્વે જીવો ઉપર સમય પરિણામ કરવો તે સામાયિક જાણવું.” પ્રાકૃત શ્લોકનું ભાષાન્તર નમૂનારૂપે જોઈએ તો,
જો પુછજ્જઈ દેવો તવયણે જે નરા વિરારંતિ હારંતિ બોહિલોજીટ કુદિદ્ધિ રાખેણ અન્નાણી
(સુ.વિ., પા. ૨૨) : જે જિનવર દેવને પૂજે પણ તેનું વચન જે પુરુષ વિરાધે તે પુરુષ મિથ્યાદૃષ્ટિ રાગ વડે બોધબીજ સમ્યક્ત્વ પ્રતેહારે. અને જે દેવને પૂજીએ તે દેવની આણા માનીએ તો સુખદાયી થાય.
એમની ગહુલીઓમાં જિનાજ્ઞા, જિનવાણી, ગૌતમસ્વામી આત્મસ્વરૂપ દર્શન, નેમનાથ ભગવાન, ગુરુનો મહિમા વગેરે વિષયો છે. આત્માને સંબોધન કરી રચાયેલી ગહુલી જોઈએ તો -
“ચેતન ચતુરાએતી નિજ ઘર આવોને ગોરી ને ભોરી સુમના વીનવે કુમતા કુટિલા પર ઘર ભ્રમણ કરાવ્યું રે, એવીને કુળજા ઘર પગ કુણ હવે.”
(પૂજા, પા. ૨૮૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only
'WWW.jainelibrary.org