________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૧૩
એમના સાહિત્ય તરફ દૃષ્ટિ કરતાં સ્તવન, ચૈત્યવંદન, ગઝલ, આધ્યાત્મિક પદો, ગહેલીઓ અને અધ્યાત્મવિષયક વિવિધ પ્રકારની ઢાળો, આરતી, વગેરે કાવ્યપ્રકારની કૃતિઓ સ્થાન પામી છે.
કવિનું ગદ્ય કોઈ એક વિષયને કેન્દ્રમાં રાખીને સર્જાયું નથી, પણ તાત્ત્વિક વિચારોની વિવેચનાત્મક વ્યાખ્યા કરવામાં આવી છે. શાસ્ત્રીય આધારભૂત શ્લોકોનું ભાષાંતર અને વિવેચન કરવામાં આવ્યું છે. તદુપરાંત પત્રરૂપે લખાયેલી આત્મબોધપત્રિકા એમના ગદ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. નવપદની પૂજા સાથે અને દેવચંદ્રજી કૃત “ચોવીસી'ના અર્થ પણ ગદ્ય લખાણના ઉદાહરણરૂપ છે. કવિનું સાહિત્ય મુખ્યત્વે પદ્યમાં છે છતાં ગદ્યમાં પણ ઉપલબ્ધ થાય છે.
[૧] સુમતિવિલાસમાં મુખ્યત્વે સામાયિક સિદ્ધપાય', “સમ્યફ ન્યાય સુધારસ', “આત્મબોધ પત્રિકા', “શુદ્ધોપયોગ પ્રવેશિકા' અને “અનુભવ પ્રવેશિકા' – એમાં પાંચ વિષયોનું શાસ્ત્રોક્ત માહિતીસભર વિશ્લેષણ કરીને આત્મદર્શન કરવા માટેના મનનીય વિચારો પ્રગટ કર્યા છે.
[૨] સુમતિવ્યવહારમાં ‘ઉત્તરાધ્યયન' સૂત્રના ૨૯મા મોક્ષમાર્ગના અધ્યયનનાં સમ્યક, પરાક્રમ નામના ૧૯મા અધ્યયનનો સાર, તેર કિયાની સઝાય, અઠ્ઠાવીશ લબ્ધિનું સ્તવન, અધ્યાત્મ અષ્ટોત્તરી, ગલીઓ, વિવિધ સ્તવનો, આધ્યાત્મિક પદો, સવૈયા છંદમાં નવતત્ત્વનું સ્વરૂપ, ચાર કષાય સ્તવન અને ચૈત્યવંદન ચોવીશી અર્થસહિત એક ગાથાની ૨૪ તીર્થકરોની સ્તુતિ વગેરે વિષયોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવતી કાવ્યરચનાઓનો સમાવેશ થાય છે.
[૩] “શ્રી નવપદ પૂજાદિસંગ્રહમાં નવપદની પૂજા, જિનવાણી, છંદ બાવની, સ્તવન, ગહુંલી, ગરબી, આધ્યાત્મિક પદો વગેરે કાવ્યરચનાઓનો સંગ્રહ થયેલો છે. કવિ દ્રવ્યાનુયોગથી પ્રભાવિત થયા હતા તેથી મહોપાધ્યાય દેવચંદ્રજીકૃત અષ્ટપ્રવચનમાતાની સઝાય”, “સાધુની પાંચ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org