________________
શ્રાવક કવિ મનસુખલાલ
સંવત ૧૯૩૯ની સાલમાં કવિએ ધંધાની જવાબદારી પોતાના મોટા દિીકરા મગનને સોંપીને નિવૃત્તિ લીધી હતી. આર્થિક જવાબદારીમાંથી ચિંતામુક્ત થવાથી કવિની જ્ઞાનોપાસના વધુ તેજસ્વી બની. અધ્યયન-ચિંતન અને મનન દ્વારા જ્ઞાનદૃષ્ટિનો વિકાસ થયો જેના પરિણામે ભવિષ્યમાં જૈન દર્શનના સફળ ઉપદેશક બન્યા હતા.
તેઓ ગામ બહાર ફરવા જતા ત્યારે અને મધ્યરાત્રિએ જાગીને આત્મસ્વરૂપની ઝાંખી કરવા માટે શુદ્ધ ઉપયોગમાં રહેવાનો પ્રયત્ન કરતા હતા.
કવિના બીજા પુત્ર મહાસુખલાલ બી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રેવન્યુ ખાતાના અધિકારી તરીકે કામ કરતા હતા.
એક વખત જૈન સાધુ રામવિજયનો પરિચય થયો અને એમની પાસેથી સંસ્કૃત અને માગધી ભાષાનું જ્ઞાન સંપાદન કર્યું. તેઓ વ્યવહારકુશળ હતા. બાલ્યાવસ્થામાં દાદા અંબાઈદાસ સાથે ઉપાશ્રયમાં જઈને એકચિત્તે વ્યાખ્યાન સાંભળતા હતા. તેના પ્રભાવથી જૈન ધર્મના સંસ્કારો પુનર્જીવિત થયા. તેના પરિણામે રાત્રિભોજન અને કંદમૂળત્યાગનો નિયમ ગ્રહણ કર્યો.
જૈન ધર્મના અભ્યાસથી તેઓ પ્રભાવિત થયા અને નિશ્ચય કર્યો કે સાચા નિગ્રંથને જ હું ગુરુ માનીને વંદન કરીશ. ૧૧ વર્ષની વયે આવશ્યક ક્રિયાનાં સૂત્રો ઉપરાંત જીવવિચાર અને નવતત્ત્વ જેવા જૈન દર્શનના પ્રારંભિક તાત્ત્વિક ગ્રંથોનો અભ્યાસ કરીને પોતાની અસાધારણ બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવ્યો. એમણે ઉપવાસ અને આયંબિલ તપની આરાધના કરીને મનની સ્થિરતા કેળવી હતી.
જૈન દર્શનના અભ્યાસથી સમક્તિ વિષે શંકા જાગી અને સાચા ગુરુની શોધ કરી. આ સમયે વિદ્યમાન જૈન સાધુઓ અને પંડિતો પાસે પોતાની શંકાનું નિવારણ કરવા પ્રયત્ન કર્યો પણ એમના જવાબથી કોઈ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org