________________
કવિજીવન અને કાવ્યસર્જન
જૈન સાહિત્ય સાધુ-કવિઓની કલમથી વિશેષ પ્રમાણમાં સર્જાયું છે. ઘણી ઓછી સંખ્યામાં શ્રાવકોએ સાહિત્યનું સર્જન કર્યું છે. શ્રાવક વર્ગમાંથી સર્જન કરનાર એક મહાનુભાવ કવિ મનસુખલાલ પંચમહાલ જિલ્લાના ગોધરામાં જન્મ્યા ને ગોધરાને કર્મભૂમિ બનાવી હતી.
કવિનો જન્મ સંવત ૧૮૯૯માં મહા વદ ૧૪ના દિવસે માતા જયંતીની કુક્ષિએ ગોધરામાં થયો હતો. પિતા હરિલાલ વ્રજલાલ ધર્મવૃત્તિવાળા હતા. એટલે બાલ્યકાળથી કવિએ જૈન ધર્મના આચારવિચાર અને સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. દાદાશ્રી દોશી અંબાઈદાસ દયાળજીના સંપર્કથી સંસ્કારસિંચન થયું હતું. કવિએ ખાનગી શાળામાં હિસાબની પદ્ધતિ અને વેપારનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું હતું. ગોવા નિવાસી ડેવિડ નામના અંગ્રેજી વ્યક્તિ પાસે રહીને અંગ્રેજી શિક્ષણ લીધું હતું.
૧૩ વર્ષની વયે મોરારજી કસનજીની બીજી દીકરી સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પ્રસંગે પાનબીડું અને કંસાર ખાવાના રિવાજની અવગણના કરી અને રાત્રિભોજન ન કર્યું.
જીવનનિર્વાહ અર્થે સંવત ૧૯૧૯માં ગોધરા શહેરના મુખી શેઠ ઈસ્માઈલજી ગુલામહુસેન સાહેરવાલાને ત્યાં પાંચ વર્ષ નોકરી કરીને નાણાંની બચત કરી. સંવત ૧૯૨૪ની સાલમાં કલકત્તામાં વ્યાપાર માટે જવાનો નિર્ણય કરીને કવિ વડોદરા આવી પહોંચ્યા. અહીં થોડોઘણો વેપાર કરીને કમાણી કરી. વડોદરામાં પૂર્વના જાણીતા વેપારી દાહોદનિવાસી મહંમદઅલીની મુલાકાત થઈ. પરિણામે તેઓ મહંમદઅલીની સલાહથી કલકત્તા જવાનો વિચાર છોડીને એમની સાથે દાહોદ ગયા. અહીંયાં કમિશન એજન્ટનો ધંધો શરૂ કર્યો અને તેમાં પ્રગતિ થતાં ધંધામાં સ્થાયી થયા.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org