________________
કવિજીવન અને કાવ્યસર્જન
આ પ્રસંગે એમના જીવનમાં પરિવર્તન લાવીને જ્ઞાનોપાસના તથા આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિશેની જિજ્ઞાસા જગાડીને તે માર્ગમાં વધુ પ્રવૃત્ત થવા માટે પ્રેરક નીવડ્યો હતો.
કવિની ઇચ્છાનુસાર સાચા ગુરુની પ્રાપ્તિ થઈ એ ગુરુના જીવનનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. ગુરુ પ્રત્યેના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. કવિના જીવનમાં આત્મલક્ષીપણાની ભાવનાથી સાચી દિશા-માર્ગ, દર્શકના જીવનનો પરિચય પણ ઉપયોગી હોવાથી અત્રે તેને સ્થાન આપ્યું છે.
હુકમ મુનિનો પરિચય રાધનપુરના વીશા શ્રીમાળી લાલચંદની પત્ની અચરતની કુલિએ સંવત ૧૮૮૭માં તે જન્મ્યા હતા. એમણે સ્વયંસ્કુરણાથી – પૂર્વજન્મના મહાન પુણ્યોદયે ચારિત્ર સ્વીકાર્યું. સંયમજીવનના પાયારૂપ અનેકવિધ તપશ્ચર્યા કરીને ગ્રામાનુગામ વિહાર કરીને જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોતત્ત્વજ્ઞાનની લોકોને લ્હાણ કરી, એમની ધર્મોપદેશની પ્રવૃત્તિથી જૈન સમાજમાં ધાર્મિક જાગૃતિ આવી ને સાથે સાથે શુદ્ધાત્મલક્ષી ધર્મપરાયણતામાં લોકોની રસવૃત્તિ કેળવાઈ. તેઓશ્રી સુરતમાં સ્થાયી થયા હતા. એમની સ્મૃતિમાં ઉપાશ્રયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ સુરત શહેરમાં હુકમ મુનિનો ઉપાશ્રય વિદ્યમાન છે. એમનો કાળધર્મ સંવત ૧૯૪૮માં થયો હતો. ૪૫ વર્ષના સંયમજીવનની આરાધનાના પરિપાકરૂપે હુકમ મુનિએ ગદ્યપદ્ય-રચનાઓ દ્વારા જૈન સાહિત્યના તત્ત્વજ્ઞાનના વારસાને ગુજરાતી ભાષામાં પ્રગટ કરવા માટેનું મૂલ્યવાન કાર્ય કર્યું હતું.
એમની સાહિત્યકૃતિઓની યાદી નીચે મુજબ છે :
“સખ્યત્વ સારોદ્ધાર', “જ્ઞાનવિલાસ', “તત્ત્વસારોદ્ધાર’, ‘જ્ઞાનભૂષણ', હુકમવિલાસ', “આત્મચિંતામણિ', “પ્રકૃતિપ્રકાશ”, “પદસંગ્રહ', ધ્યાનવિલાસ', “મિથ્યાત્વ વિધૂસણ અભાવ પ્રકરણ અનુભવ પ્રકાશ', અધ્યાત્મ સારોદ્ધારબોધ દિનકર'.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org