Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ એક નિમિત્ત એ બન્યું કે લક્ષ્મીચંદભાઈના કુટુંબમાંથી કોઈ પરલોકે પ્રયાણ કરી ગયું. એનો સંદેશો લક્ષ્મીચંદભાઈએ એક કાગળ દ્વારા અમરચંદભાઈને ઘરે લખ્યો. પત્ર નેમચંદે વાંચ્યો. વાંચીને વળતો ઉત્તર લખ્યો. એ ઉત્તરમાં સાહજિક સ્ફુરેલા શબ્દો આ હતા : ‘આ જન્મેલા માણસે અવશ્ય પરલોકે જવાનું છે. જે ધરમ ક૨શે એ એટલે અંશે સુખી થશે. માટે બીજી બધી આળપંપાળ કરવા કરતાં ધર્મ કરવો સારો છે. ' આવા સાદી રીતિએ લખાયેલા શબ્દો પિતાએ વાંચ્યા અને એ શબ્દોની વચ્ચે રહેલી જગા અને એમાં રહેલો અર્થ એમને વંચાઈ ગયો. શબ્દો કહે છે એ તો ઉપરછલ્લું જ હોય છે. શબ્દોની વચ્ચે રહેલી ખાલી જગ્યા જ ખરેખર બોલકી હોય છે; જો સાંભળતાં આવડે તો. કાગળ વાંચતાં લક્ષ્મીચંદભાઈ ધ્રૂજી ગયા. ‘આ છોકરો આવું લખે છે ? આનો ? તે ક્યાં પહોંચ્યો ?' અર્થ શું સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી ચોપડી પૂરી કરી ત્યારે તેમની ઉંમર ૧૪ વર્ષની. ભાવનગર ગયા ત્યારે ૧૫ વર્ષની. અને આ પત્રલેખન વેળાએ ૧૬ વર્ષની. પિતાને થયું કે માત્ર ભણવા માટે મૂકેલો આ છોકરો આવું લખે છે ! બન્યું એવું કે બીજા કે ત્રીજા દિવસે જ એમના એક સગા ભાવનગર ગયેલા. તેઓ નેમચંદને મળવા ગયા. પૂછ્યું, ‘કેમ નેમચંદ, કેમ ચાલે છે ? શું ભણે છે ?’ ત્યારે તેઓ કહે, ‘અત્યારે મારા અભ્યાસનું કામ ચાલે છે. આપ પછી મળવા આવજો.' પેલા સગા ચોકી ગયા. છોકરો બદલાઈ ગયો લાગે છે. એમણે આવીને લક્ષ્મીચંદભાઈને આ વાત કરી. પિતાનો સંદેશ લક્ષ્મીચંદભાઈએ પુત્રને કાગળ લખ્યો, ‘મારી તબિયત બરાબર રહેતી નથી. તું જલ્દીથી આવી જા.' આવા આત્માઓ ગુણજ્ઞ હોય છે એમ કૃતજ્ઞ પણ હોય છે. ‘પિતાજી બોલાવે છે ? એમની તબિયત બરાબર નથી ? બીજો કશો વિચાર કર્યા વિના જવું જ જોઈએ.’ ગુરુભગવંતને કહ્યું કે ‘પિતાજીનો પત્ર આવ્યો છે. એમની તબિયત સારી નથી. મને બોલાવ્યો છે. હું જાઉં છું ને ફરી પાછો સમય મળતાં જ આવી જઈશ.' પુત્રનું મહુવાગમન : તે વખતે મહુવા-ભાવનગર વચ્ચે રેલવે-વ્યવહાર ન હતો. સામાન્ય રીતે બળદગાડા દ્વારા આવનજાવન થતું. નેમચંદ મહુવા પહોંચી, સૌપ્રથમ દેવદર્શન કરી ઘરે જાય છે. આ કેવા સુંદર સંસ્કાર છે ! જ્યાં જઈને પ્રભુના દર્શન પહેલાં, પછી બીજું બધું. સહજ રીતે આવી પરિસ્થિતિમાં મનમાં એક કલ્પનાચિત્ર રચાયું છે : પિતાજીની તબિયત સારી નથી. પત્ર લખી બોલાવ્યો છે. એટલે પિતાજી ખાટલામાં સૂતા હશે. એમને વૈઘની કશીક દવા ચાલતી હશે. હું જઈશ એટલે મારી જોડે કાંઈક વાતચીત કરશે. છળનો અહેસાસ : પરંતુ ઘરે પગ મૂકતાં જોયું કે ત્યાં તો હર્ષ-કિલ્લોલનું વાતાવરણ હતું. પિતાજી ખુશ થતાં બોલ્યા, ‘નેમચંદ ! આવી ગયો ! બહુ સારું કર્યું. ' ત્યારે નેમચંદના હૃદયમાં શેરડો પડ્યો કે ‘શું છે આ બધું ?' જેમ બે શબ્દોની વચ્ચે જગા હોય છે તેમ વાતાવરણમાં Jain Education International. 2010_02 For Private & Personal Use Only તે હાલે તે સમયે : જ્ન્મ-ીક્ષા-ગુરુવર્યવર્ણાનઃ ૧ C www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126