Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 84
________________ સ્વસ્થ ચિત્ત હોય છે ત્યારે બધા પ્રશ્નો ઉકેલી શકાય છે, અસ્વસ્થ ચિત્તે સામે પડેલો ઉકેલ પણ દેખાતો નથી. મહારાજ સાહેબે સ્વસ્થ ચિત્તે વિચારણા કરી છે કે ‘આ કોના માટે પોતે કરી રહ્યા છે ?’ સૌથી અગત્યનો મુદ્દો આ છે. ‘હું સમેલન બોલાવું છું.' તે વિચાર નથી. તેઓશ્રી અંદરથી સ્પષ્ટ છે. સંઘ અને શાસન મહાન છે. નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ સંમેલન બોલાવે છે. પણ સંપૂર્ણ દોરવણી, પ્રેરણા, જવાબદારી મહારાજ સાહેબની છે. પણ ક્યાંય આ અંગેનો ઉલ્લેખ સુદ્ધાં ન થાય તેની પૂરતી કાળજી રખાઈ છે. કસ્તૂરભાઈ મણિભાઈએ પણ તેમનું કા બરાબર રીતે આરંભથી અંત સુધી અદા કર્યું છે. નેતા તરીકે છવાઈ જવાની અંશ માત્ર પણ ઇચ્છા એમણે રાખી નથી. પૂજ્યશ્રી આત્મપ્રદેશમાં કેવળ શાસન વસ્યું હોવાથી એમણે જે-જે ઇચ્છાઓ કરી છે તે પરિપૂર્ણ થઈ છે. વિઘ્નો આવ્યાં નથી એવું નહિ, પણ મોટાં પહાડ સમા વિઘ્નો પણ સાવ નાનાં ઢેફાં જેવાં થઈ બાજુ પર નીકળી ગયાં છે. એમનું મૂળ પરિબળ, મૂળ સ્રોત જો કોઈ હોય તો તે શાસન પ્રત્યેની આસ્થા છે. રાગ છે. ‘અર્પી જીવન વિશ્વને કૃતગતિ જે એતદર્થ કરે, ઇચ્છા માત્રથી અંતરાય સઘળા એ વીર કાં ના તરે ? ને જે અન્ય બળે, અશક્ત વિષયે મિથ્યા પ્રવૃત્તિ કરે, તેને વિઘ્ન સદૈવ સન્મુખ રહી ઊભાં હસે અંતરે.’ (બોટાદકર) જેના ઉપર પોતાનું પ્રભુત્વ નથી તેવા વિષયમાં જે બીજાના બળે મિથ્યા પ્રવૃત્તિ કરે છે એ લોકોને વિઘ્નો ડગલે ને પગલે આવતાં હોય છે. પણ જેઓ પોતાનું જીવન એક વખત ધર્મને સમર્પિત કર્યા પછી બધું તેને માટે જ કરે તેવા વીરની ઈચ્છા માત્રથી પ્રકૃતિ તેને અનુકૂળ થાય છે. રાજાઓ જ્યારે પ્રજા માટે હૃદયમાં સંપૂર્ણ વાત્સલ્ય રાખે છે ત્યારે રાજાઓ જંગલમાંથી પસાર થતી વેળા સળગેલો દવ પણ વગર વરસાદે શમી જાય છે. મહારાજ સાહેબના હૃદયમાં ભાવ હોવાથી તેમના આગમને અહીંનાં ક્ષેત્રો લીલાંછમ બન્યાં હતાં. જ્યાં તેઓ પગ મૂકતાં બની જતાં તે ક્ષેત્ર સાજાં નવાં. સાગરજી મહારાજનું સાંનિધ્ય મહારાજ સાહેબને સુંદરમાં સુંદર એક ઉપાય સૂઝ્યો. સાગરજી મહારાજ સંમેલન માટે અહીં આવી રહ્યા હતા. એમનું વર્ચસ્વ સંઘો ઉપર હવે શરૂ થઈ ગયું હતું. એમના પણ શિષ્યો અને ભક્તો હતા. મહારાજ સાહેબ પાસે એમણે વ્યાકરણની શરૂઆત કરેલી. ગણીપદવીના ભગવતી સૂત્રના જેવા મોટા જોગ મોટા મહારાજ સાહેબે એમને કરાવેલા. જોકે છેલ્લે છેલ્લે તેમનો મેળાપ ખૂબજ ઓછો થઈ ગયો હતો. છતાં મહારાજ સાહેબે પળ પારખીને સરખેજથી આવી રહેલા સાગરજી મહારાજને મળવા ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ આદિ છ સાત મહારાજ સાહેબોને મોકલ્યા, અને કહેવડાવ્યું કે ‘સાહેબજી બિરાજમાન છે ત્યાં આપ પધારો.' આપને અહીંજ રહેવાનું છે. તેઓ જેવા આવ્યા એવા મોટા મહારાજે પાટ ઉપરથી ઊભા થઈને તેમને આવકાર આપ્યો. બધાએ નવકારશી સાથે વાપરી. મહારાજ સાહેબને એથી હિંમત આવી. પછી તેમણે સાગરજી મહારાજ સાથે વિચારણા શરૂ કરી. પહેલાં તો એમણે કહ્યું, ‘તમારે પાંજરાપોળમાં જ રહેવાનું છે.’ આમાં પણ એમની દીર્ઘદૃષ્ટિ અને કુનેહબુદ્ધિનાં દર્શન Jain Education International 2070_02 For Private & Personal Use Only ઐતિહાર્ષિક કાર્ષ્યા- ૧ : ૫ ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126