Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 123
________________ અધ્યયન કરનારો વિશિષ્ટ વર્ગ અને વાત કરવાની કળા: - પૂજ્યપાદશીજી પાસે અધ્યયન કરનારો વર્ગ વિશાળ હતો – બહોળો હતો. તીવ્ર પ્રતિભાવાળા સાધુઓ તથા ગૃહસ્થોએ પૂજ્યશ્રી પાસે અભ્યાસ કર્યો હતો. કેટલાક વિમો પણ અભ્યાસ કરવા આવતા. સામાન્ય બુદ્ધિવાળાને પણ પૂજ્યશ્રીજી એટલા જ રસથી અભ્યાસ કરાવતા. કસ્તુરભાઈ શેઠ પણ એનો અભ્યાસ કરતા હતા ત્યારે કિરાત, શાકુન્તલ વગેરે ભણવા પૂજ્યપાદ શ્રીજી પાસે આવતા હતા. કિરાતના પહેલા બીજા સગની વિસ્તૃત વિવેચના પૂજયશ્રીજની લખાવેલી છે, તે એક સારા ગ્રન્થની ગરજ સારે એવી છે. કિરાતની રાજનીતિ જ્યારે પૂજયશ્રીજી સમજાવતા ત્યારે સાંભળનારને ક્ષણભર એમ લાગે કે – એક સાધુમહારાજ રાજનીતિમાં આટલું ઊંડું કઈ રીતે જાણી શકે ? ક્ષયોપશમની બલિહારી છે. વૈદક, જ્યોતિષ, શિલ્પ વગેરેનું પણ સુન્દર જ્ઞાન પૂજ્યશ્રીજીના કાર્યક્ષેત્રમાં ઝળહળતું હતું. વ્યાવહારિક વાતોના તો પૂજ્યશ્રીજ ભંડાર હતા. કલાકો સુધી સાંભળ્યા જ કરીએ તો પણ કંટાળો ન આવે, એવો અનુભવ કરનારા હજારો માણસો હતા, અને છે. પૂજ્યશ્રીજીની વાતો સાંભળતાં-સાંભળતાં વ્યવહાર વગેરેની કેટલીએ ગૂંચો ઉકેલાઈ જતી. પ્રાસંગિક વાત કરવાની પૂજ્યશ્રીજી પાસે અપૂર્વ કળા હતી. સ્મરણશક્તિ સાથે વાતને રજૂ કરવાની આવડત ભલભલાને મુગ્ધ કરતી હતી. આ સર્વવિશિષ્ટ શુતોપાસનાના મિષ્ટ ફળો છે. ગ્રન્થ-પ્રકાશન : - અધ્યયન કરવા માટે ગ્રન્થો એ પરમ સાધન છે. ગ્રન્થ કે પુસ્તક વગર બુદ્ધિમાન પણ અધ્યયન કરવા-કરાવવા માટે પાંગળો બની જાય છે. પૂર્વે હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ થતો હતો પણ જ્યારથી મુદ્રણયુગ શરૂ થયો ત્યારથી હસ્તલિખિત પ્રતો વાંચવાનો મહાવરો ઓછો થતો હયો. આ પરિસ્થિતિમાં અધ્યયન વધે તે માટે તે તે ગ્રન્થોનું મુદ્રણ અનિવાર્ય ગણાય. જો મુદ્રણ કરાવવામાં ન આવે તો અધ્યયન કરવા કરાવવાની ઈચ્છાવાળા પણ કાંઈ કરી શકે નહીં. પુજ્યપાદ શ્રીજીની પ્રેરણાથી શ્રી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનબૃહત્તિ, ઉપદેશપદ, સ્વાદુવાદ રત્નાકર, તત્ત્વાર્થવૃત્તિ વગેરે વિશિષ્ટ ગ્રન્થો મનસુખભાઈ શેઠ તરફથી સારા ટકાઉ પાચમેન્ટ કાગળો પર મુદ્રિત થઈને પ્રકટ થયા. પછીથી શ્રી જૈન ગ્રન્થ-પ્રકાશક સભાએ પૂજ્યપાદશ્રીજીની સંપૂર્ણ દોરવણી અનુસાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના, પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના, શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજના તથા અન્યાન્ય અનેક શાસનપ્રભાવક આચાર્ય મહારાજ વગેરેના ગ્રન્થોનું પ્રકાશન કર્યું, જેની સંખ્યા લગભગ સો જેટલી થાય છે. ગૌરવવંતા ગ્રંથો: મન્થોનું પ્રકાશનકાર્ય અનેક સ્થળે અનેક રીતે ચાલે છે. કેટલાક પ્રકાશનતંત્રોની કાર્યવાહી એવી હોય છે - અને અંગે કાંઈપણ ટીકા-ટિપ્પણ કરવું એ પણ પ્રકાશનતંત્રને મહત્ત્વ આપવા જેવું છે. બીજી બાજુ કેટલાક તરફથી જે શ્રમ અને ચીવટપૂર્વક પ્રકાશનો થાય છે તે ધન્યવાદ પાત્ર બની જાય છે. અત્રે એવા બે-એક ગ્રન્થોની વાત જાણવા જેવી છે. ઇતિહાસમાં નોંધાય એવી એ પ્રેરક વાત સાહિત્યોપાસનાના ક્ષેત્રમાં રસ રાખનારાઓ માટે લક્ષ્યમાં રાખવા જેવી આ વાત છે. શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧ ૧૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126