Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 122
________________ વ્યાકરણ, આગમ, કાવ્ય સાહિત્ય વગેરે ભણાવતી વખતે તે વિષયમાં ભણનારે એકતાર બનવું જ જોઈએ એવો પૂજ્યપાદ શ્રીજીનો નિયમ હતો. એકરસ થયા વગર વિદ્યા રીજે નહીં રીસાએલી વિદ્યાથી કાંઈપણ કાર્ય સરે નહીં. અધ્યયન કરનારા ચંચળ બને તો શિક્ષાથી પણ તે ચંચળતા દૂર કરવામાં આવતી. ત૨૫ણીના દોરાઓનો માર ખાઈને ભણેલા શિષ્યો વિક્રિભૂષણ બન્યા હતા. કોઈ કોઈ સમયે અભ્યાસ કરાવતી વખતે પૂજયપાદશીજીનું સૌમ્યરૌદ્રરૂપ જોઈને દર્શનાર્થે આવતો ઉપાસક પણ થીજી જતો. એક સમયે કોઈ ભક્ત આવી શિક્ષા ન કરવા માટે પૂજ્યપાદશ્રીજીને વિનંતી કરી હતી ત્યારે . તેને જે ઉત્તર આપવામાં આવ્યો તે સમજવા જેવો છે એટલું જ નહીં પણ યોગ્ય જીવો માટે અમલમાં મૂકવા જેવો છે. ઉત્તર આ પ્રમાણે હતો: “તને તારા છોકરા ઉપર જે પ્રેમ છે તે કરતાંઅમને અમારા શિષ્યો ઉપર અધિક પ્રેમ છે. શિષ્યો માંદા પડે ત્યારે તું ઉર્જાગરો કરવા નથી આવતો. સાધુઓ ભણી ગણી વિદ્વાન થશે તો શાસનને લાભ છે.” આ વાત એકસો એક ટકા સાચી પડ્યાનું કોઈપણ કબૂલી શકે છે. નાનો કે મોટો કોઈપણ ગ્રન્થ પૂજ્યપાદશીજી ભણાવતા ત્યારે તેને લગતા અનેક વિષયો ભણનારના હૃદયમાં ઉતારવાની પૂજ્યપાદશ્રીજીની શક્તિ અનોખી હતી. સમાસચક્ર જેવા પ્રાથમિક ગ્રન્થો અભ્યાસ કરાવતી વખતે તેને અનુલક્ષીને કરાવેલી નોંધો ભણનારને જીવનભર ઉપયોગી થાય એવી છે. પસંદગીના ગ્રો અને સ્મરણશક્તિઃ સમાસચક્ર, રઘુવંશ, કિરાત, અષ્ટકજી, પૂજ્ય ઉપાધ્યાયના મોટા સ્તવનો વગેરે પૂજ્યપાદ શ્રીજીના પસંદગીના ગ્રન્થો હતા. બાકી તો કોઈ વાત કે વિષય છણવો હોય ત્યારે તેને ઉપયોગી ઘણાં ગ્રન્થો જોવાની અને વિષયને સ્પષ્ટ કરવાની સુન્દર ટેવ પૂજ્યપાદશ્રીજીમાં હતી. વ્યાકરણના મોટા મોટા પરિષ્કારો જ્યારે પૂજ્યપાદ શ્રીજી અમ્બલિત બોલતા ત્યારે વિદ્વાનો પણ સુગ્ધ બની જતા. જીવનના ઉત્તરાર્ધમાં પણ આ સ્કૂર્તિ કાયમ રહી હતી. અધ્યયન અને સંયમશુદ્ધિઃ અધ્યયન અંગે કાળજી રાખવાનો એક વિશિષ્ટ વિચાર સંયમીઓ માટે ખૂબ જ અગત્યનો છે, જે ખાસ કરીને પૂજયપાદ શ્રીજીના અધ્યયન કરાવવાના કાર્યમાં જોવાય છે. સાહિત્યનો એક વિષય એવો છે કે જેમાં શૃંગારરસનું પોષણ કરતાં અનેક સૂકતો આવે છે. કેટલાક સૂક્તો તો એવા હોય છે જે સંયમી જીવોને પણ વિકલ બનાવી દે છે. આ સ્થિતિમાં સંયમ એ સર્વસ્વ છે – એમ સમજીને સંયમની સારી જાળવણી કરવા માટે એવું માદક વાચન કે અધ્યયન ન કરવું એ યોગ્ય છે. છતાં કેટલાક વિષયો જાણવા અનિવાર્ય હોય તો તેનો માર્ગ પણ કાઢવો પડે. પુજ્યપાદશીજીએ આવા અધ્યયનના નિર્વિકાર માટે સુન્દર ઉપાય યોજ્યો હતો. અને તે સફળ થયો હતો. કુવલયાનન્દ જેવા ગ્રન્થોમાં જ્યાં જ્યાં આવા ઉદાહરણો આવે છે ત્યાં ત્યાં તેનું પરાવર્તન કરાવીને ભક્તિરસના ઉદાહરણો યોજ્યા છે. દલપતરામ કવિએ પણ છન્દશાસ્ત્ર આદિમાં આ રીત અજમાવી છે. આજે પણ એવા ઉદાહરણો તે તે વિષયને અબાધિતપણે સ્પષ્ટ સમાવી શકે છે. શૃંગાર કરતાં ભક્તિરસમાં ઓછી મોહકતા છે એવું માનવીની રખે કોઈ ભૂલ કરે. સંયમનો જેને ખપ છે તેને તો ભક્તિરસની એવી થતી જમાવટ ભાવન ભૂલાવી દે એવી હોય છે. પરિશિષ્ટ-૧ ૧ ૦૯ Jain Education International 2010 02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126