Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 120
________________ પરિશિષ્ટ-૧ શાસનસમ્રાટની સાહિત્યોપાસના પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ પ્રેરક જીવન ઃ શાસનસમ્રાટ પૂજ્યપાદશ્રીજીના જીવનના એક એક પ્રસંગો એવા છે કે જે સાંગોપાંગ સમજવા માટે સમય અને શક્તિ વિશિષ્ટ કોટિના જોઈએ. જગતમાં કેટલાક જીવો સામાન્ય જીવન જીવતા હોય છે, તેમનાં જીવનમાં સામાન્ય રીતે કોઈ અગત્યનું જાણવા જેવું હોતું નથી. જ્યારે વિશિષ્ટ આત્માઓના જીવન એવા એવા અનુભવોથી સભર હોય છે કે જેનાં એક એક પ્રસંગ અનેક જીવોને પ્રેરક બની રહેતા હોય છે. સાહિત્યોપાસના એટલે ઃ “શાસનસમ્રાટની સાહિત્યોપાસના” એ શીર્ષકથી લખાતું આ લખાણ સમજવા માટે એક હકીકત પ્રારંભમાં સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે, ને તે એ છે કે અહીં વપરાયેલો સાહિત્ય શબ્દ એ કાવ્યસાહિત્ય પૂરતો મર્યાદિત નથી પણ શાસ્ત્રજ્ઞાન એવા અર્થમાં વ્યાપક છે. ઉપાસનામાં પણ ભણવું-ભણાવવું, ગ્રંથો રચવા, પ્રેરણા આપવી વગેરે સર્વનો સમાવેશ છે. તીવ્ર પ્રતિભા : પૂજ્યશ્રીજીની કોઈ પૂર્વજન્મની આરાધના એવી વિશિષ્ટ કે આ જન્મમાં શૈશવ વયમાં પણ અન્ય વિદ્યાર્થીઓ કરતાં તેઓ પૂજ્યશ્રીજીમાં બુદ્ધિ અને ગ્રહણશક્તિ વિશેષ એટલે વ્યવહારનું શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કર્યું. અક્ષરજ્ઞાનથી આરંભીને વ્યવહારમાં શીખવવામાં આવતા તે તે વિષયે સાહિત્યમાં આગળ વધવામાં અગત્યનો ફાળો પૂરનારા થાય છે. ઉચ્ચારશુદ્ધિ, સ્પષ્ટ વાચન, વ્યાકરણના ઉપયોગી નિયમોનું જ્ઞાન વગેરે જે પ્રાથમિક શિક્ષણમાં મળ્યું હોય છે, તે જો સારું હોય તો આગળ વધતાજ્ઞાનક્ષેત્રમાં મજબૂત પાયાની ગરજ સારે છે. શિક્ષણ અવસ્થા : પૂજયશ્રીજીનો જન્મ વિ.સં. ૧૯૨૯માં અને દીક્ષા વિ.સં. ૧૯૪૫માં એમ સોળ વર્ષમાંથી બાલ્યવય બાદ કરતાં અને પાછલા બે-એક વષો આશ્રમાન્તરની ગડમથલના બાદ કરતાં વ્યાવહારિક શિક્ષણનાં નવ-દસ વર્ષ ગણાય. દીક્ષા લીધા પછી તો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, આગમ વગેરેનું ચીવટપૂર્વક વિશિષ્ટ અધ્યયન કર્યું. યોગ્ય અધ્યયન કરાવનારાઓનો યોગ ભણનારને મળવો સુલભ નથી. એવા ઘણા આત્માઓ સુયોગ્ય હોવા છતાં યોગ્ય અધ્યાપકને અભાવે જ્ઞાનક્ષેત્રમાં આગળ વધી શકતા નથી. પૂજ્યપાદશ્રીજીના પુણ્ય જાગતા એટલે તે તે અધ્યયન માટે અનુકૂળતા પણ મળતી ગઈ. તે અંગેનો એક પ્રસંગ આ પ્રમાણે છે : પૂજ્યપાદશ્રી દાનવિજયજી મહારાજશ્રી કે જેઓ પંજાબી હતા અને પ્રખર તાર્કિક હતા. તેઓશ્રીજી Jain Education International 2010_02 For Private & Personal Use Only પરિશિષ્ટ-૧ ૧૦૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126