Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 119
________________ અચક અપાવે. તે પંડિત લેવાની ના પાડે તો કહેતા કે “આ તો વિદ્યાનું બહુમાન છે. ” આ પરંપરા મહારાજ સાહેબે શરૂ કરાવેલી. અનોખું અનૂઠું વ્યક્તિત્વ: તેમનું સમગ્ર વ્યક્તિત્વ નિરાળું, અનોખું, અનૂઠું હતું. આવા મહાપુરુષ હમણાં થઈ ગયા. આપણે બધા એમના જ પરિવારમાં છીએ. એનું આપણને ગૌરવ છે. ઉમાશંકર જોશીનું એક વિધાન યાદ આવે છે અને તે બહુ મહત્ત્વનું જણાય છે. તેઓ લખે છે કે: “જે સમાજ પૂજય વ્યક્તિને અર્થ અર્પણ કરતો નથી તે સમાજ પૂજ્ય વ્યક્તિ પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. ” એટલે આપણે આવા પ્રસંગો યોજતા રહેવું જોઈએ. છેલ્લા આઠ દિવસથી એમના જીવન અને કાયને જોવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તેમના વિષે ઘણું કહ્યું છતાં ઘણું બાકી રહ્યું હોય તેમ લાગે છે. છતાં આપણે એમના સાચા વ્યક્તિત્વને પૂરો ન્યાય આપી શક્યા નથી. આપણું ગજું પણ નથી. પરંતુ કમ સે કમ આવી વિભૂતિ પરત્વે અહોભાવ પ્રગટે, જૈન ધર્મ પ્રત્યે ગૌરવ પ્રગટે તો પણ આપણો આ શ્રમ લેખે લાગે. પ્રવચન માળાની ફલશ્રુતિઃ શાસન સમ્રાટશ્રીની સ્વગારિોહણ અર્ધશતાબ્દીનું આ નિમિત્ત આવી ગયું, જેને લઈને તેઓશ્રીના વિશાળ જીવનની નજીકમાં જવાનો અવસર મળ્યો. મેં પણ આટલાં વર્ષોમાં તેમના વ્યક્તિત્વનાં આ બધાં પાસાંઓ જે પૂરાં વિચાર્યા જ નહોતાં તે વિશે વિચારવાની, અભ્યાસ કરવાની તક મળી. અહીં જે વાતો કહેવાઈ તે તમે બધાએ પણ સારી રીતે ઝીલી. આ બધું કહેતાં કહેતાં પૂજ્યપાદ મહારાજ સાહેબ પ્રત્યે જાણ્યે-અજાણ્યે પણ મનવચન-કાયાથી કાંઈ અવિનય થયો હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ. અને તેઓનાં ગુણગાન દ્વારા આપણા હૃદયમાં એકાદ ગુણ પણ જો પ્રગટી શક્યો હોય તો આ શ્રમ લેખે લાગ્યો ગણાશે. જૈન શાસનના જ્યોતિર્ધર, પ્રભાવક-શિરોમણિ, વિરલવિભૂતિ, જિનશાસનનાં તમામ ક્ષેત્રોમાં નવપલ્લવિતા લાવનારા એ મહાપુરુષનાં ચરણોમાં લાખલાખ વંદન. એ મહાપુરુષનો જય હો ! જય હો ! જય હો ! શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧૦ હું Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126