Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 121
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૧૦૮ પાસે તર્કનું અધ્યયન કરવા માટે પૂજ્યપાદશ્રીજી શ્રી સિદ્ધિગિરિજીમાં ચાતુર્માસ રહ્યા ને વિશિષ્ટ તર્કનો અભ્યાસ કર્યો. અધ્યયન કરાવવા માટે શિષ્યને યોગ્ય સ્થળે મૂકવાનું ગુરુવર્યનું ઔદાર્ય પણ પ્રેરક અને પ્રશંસાપાત્ર છે. આગમનો અભ્યાસ : પાંચ-સાત વર્ષમાં તે તે વિષયોનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગમના વિશિષ્ટ વાચન-સ્વાધ્યાય શરૂ કર્યા. આગમનો સ્વાધ્યાય કરવો એ અનેક રીતે દુષ્કર છે. એ અધ્યયનની ભાવના જાગ્યા છતાં યોગ્ય પ્રતિઓની પ્રાપ્તિ વગેરે સાધનસામગ્રી વર્તમાનમાં જેટલી સુલભ છે તે કરતાં અનેક ગણી તે સમયમાં દુર્લભ હતી. પૂજ્યપાદશ્રીજીની સંગ્રહ કરવાની વૃત્તિ અત્યંત શાંત હતી. આટઆટલો અભ્યાસ છતાં વર્ષો સુધી પૂજ્યપાદશ્રીજી પાસે ફક્ત પુસ્તિકાની એક જ પેટી રહેતી. પૂજ્યપાદ આત્મારામજી મહારાજે પૂજ્યશ્રીજીને સ્વાધ્યાય માટે શ્રી આવશ્યક સૂત્ર વગેરેની પ્રતિઓ મોકલી હતી. આમ તે તે આગમોનું વાચન અને તે સાથે વ્યાખ્યાન વગેરે પ્રવૃત્તિઓ વિકાસ પામવા લાગી. વ્યાખ્યાન: વ્યાખ્યાન-પ્રવચન એ પણ એક સાહિત્યોપાસનાનું એક વિશિષ્ટ અંગ છે. એ ભૂલી જવા જેવું નથી. જો વ્યાખ્યાન શાસ્ત્રીય રીતે - ચતુરનુયોગમય અપાતું હોય તો તેથી અનેક આત્માઓ તત્ત્વ વિષયના જ્ઞાતા થાય છે. બાકી ભાષણ કે લેક્ચર પદ્ધતિથી અપાતા વ્યાખ્યાનો સ્વાધ્યાયને ચૂંથી નાખતા હોય છે. કેવળ રમૂજ જન્માવી લોકોને જકડી રાખવાથી પ્રવચનનું પરિણામ આવતું નથી, એટલું જ નહીં, કેટલીક વખત તો વિપરીત પરિણામ આવતું હોય છે. ધીર-ગંભીર સ્વરે તાત્ત્વિક વિષયોની છણાવટ પૂજ્યપાદશ્રીજી વ્યાખ્યાનમાં કરતા ત્યારે એ શ્રવણ કરવું એ પણ જીવનની સફળતા છે એમ શ્રોતાઓ સમજતા. વ્યાખ્યાનમાં તત્ત્વ વિષયો : શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકજી જેવા ગંભીર ગ્રન્થો અને શ્રી તત્ત્વાર્થાધિગમ જેવા તત્ત્વભરપૂર શાસ્ત્રોને વ્યાખ્યાનમાં સભા સમક્ષ વાંચવાનું કાર્ય પૂજ્યપાદશ્રીજીએ સફળ રીતે ફર્યું એ અદ્ભુત ગણાય એવું છે. રાધનપુરમાં જ્યારે વ્યાખ્યાનમાં અષ્ટકજી ગ્રંથનું વાચન આરંભાયું ત્યારે ત્યાંના બહુશ્રુત શ્રોતાઓને ક્ષણભર એમ થયું કે આ ગ્રંથ તો અમુક જ વાંચી શકે. અમુક પર્યાય સિવાય વંચાય જ નહીં. પણ જ્યારે તેઓના ચિત્તનું સમાધાન થયું ત્યારે તેઓનો આનંદ સાથે ભક્તિમાં પણ અપૂ વધારો થયો. સ્વદર્શનના તે તે સૂક્ષ્મ ભાવોને પરદર્શનના પ્રતિષ્ઠિત ગ્રન્થોથી પુષ્ટ કરવાની અનોખી આવડત પૂજ્યપાદશ્રીજીમાં હતી. તેથી ઈતરો પણ વ્યાખ્યાનમાં આવતા અને પામી જતા. સારા સારા રાજવીઓ પણ વ્યાખ્યાન સાંભળીને સ્થિર થઈ જતા. આ સર્વ શ્રુતોપાસાનાનું પરમ ફળ છે. અધ્યાપન કળા અધ્યાયન કરવું - લખવું-બોલવું એ એક વાત છે અને અધ્યાપન કરવું એ બીજી વાત છે. કેટલાએક સારા ભણેલા પણ બીજાને યોગ્ય રીતે ભણાવી શકતા નથી. પૂજ્યપાદશ્રીજીની ભણાવવાની કળા અદ્ભુત આશ્ચર્ય ઉપજાવે એવી હતી. ન્યાય, Jain Education International. 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126