Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 93
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૮૦ Jain Education International 2010_02 સંઘનું મુહૂર્ત જોવામાં આવ્યું. સં. ૧૯૯૧ના માગશર વદ દસમ, તા. ૩૧-૧૨૧૯૩૪, સોમવારના દિવસે સંઘનું પ્રયાણ નક્કી થયું. સંઘને લગતી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી. માકુભાઈની ઉદાર ભાવના. ચારેબાજુના સંબંધો. મોટા મહારાજની નિશ્રા પ્રાપ્ત થઈ હતી. એટલે સકળ સંઘને સંઘમાં જોડાવા આમંત્રણ આપેલું. પૂજ્યપાદ મોટા મહારાજ તો એમાં ખરા જ. સાથે સાગરજી મહારાજ, મેઘસૂરિ મહારાજ, મોહનસૂરિ મહારાજ અને એ બધાનો સમુદાય - એમ બધા મળીને ૨૭૫ સાધુભગવંતો થયા હતા. ૪૦૦ ઉપરાંત સાધ્વીજી મહારાજો હતાં. શ્રાવકોની સંખ્યા ચારથી પાંચ હજારની અંદાજી હતી. કોઈને ના કહેવી ન હતી. સંઘ પ્રથમ ગિરનાર અને ત્યાંથી ગિરિરાજ જવાનો હતો. આવા મોટા કામમાં કોઈ વિધ્ન ન આવે માટે પૂજ્યપાદશ્રીએ બૃહદ્ નંદાવર્તપૂજન ભણાવ્યું. મહારાજ સાહેબનું એ સૌભાગ્ય હતું કે એમની નિશ્રામાં જે જે કામો થયાં છે તેમાં હંમેશા જયજયકાર થયો છે. વિઘ્નો આવ્યાં નથી કે આવીને ટળી ગયાં છે. હંમેશાં માણસો ઉભરાય. ક્યાંથી આવ્યા તે ખબર પડે નહિ. ઉપજ પણ એટલી બધી થાય કે વહીવટદારોને અધધ થઈ જાય. અને એ વારસો એમના સમુદાયમાં આજે પણ જોવા મળે છે. પૂજ્ય ઉદયસૂરિ મહારાજ અને પૂજ્ય નંદનસૂરિ મહારાજમાં જે સૌભાગ્ય આવ્યું તે પૂજ્યપાદશ્રીના આશીર્વાદથી આવ્યું છે. એમણે જે મુહૂર્ત આપ્યું હોય તેમાં પ્રસંગ સારી રીતે પાર પડે જ. અમદાવાદમાં તો એમનું સામ્રાજ્ય હતું. કોઈપણ દેરાસર નવું બનતું હોય પરંતુ મુહૂત તો પાંજરાપોળથી જ લેવાતું. બૃહદ્ નંદાવર્તપૂજન ભણાવાયું અને સંઘનું મંગલ પ્રયાણ થયું. પહેલો મુકામ જૈન સોસાયટીમાં હતો. - આ સંઘપ્રયાણથી લઈ સંઘમાળ સુધીના મુકામની યાદી આ પ્રમાણેની હતી : માગસર વિદ ૧૦, સોમવાર તા. ૩૧-૧૨-૧૯૩૪ પ્રયાણ - જૈન સોસાયટી, તા. ૧-૧-૧૯૩૫ જૈન સોસાયટી, તા. ૨-૧-૧૯૩૫ જૈન સોસાયટી, તા. ૩-૧-૧૯૩૫ સરખેજ, તા. ૪-૧-૧૯૩૫ સરખેજ, તા. ૫-૧-૧૯૩૫ બદરખા, તા. ૬-૧-૧૯૩૫ ધોળકા, તા. ૭-૧-૧૯૩૫ ધોળકા, તા. ૮-૧-૧૯૩૫ સરાંઢી, તા. ૯-૧-૧૯૩૫ કોઠ, તા. ૧૦-૧-૧૯૩૫ બગોદરા, તા. ૧૧-૧-૧૯૭૫ મીઠાપુર, તા. ૧૨-૧-૧૯૩૫ દેવપરા, તા. ૧૩-૧-૧૯૩૫ સરાંઢી (બીજું), તા. ૧૪-૧-૧૯૩૫ ચોકી, તા. ૧૫-૧-૧૯૩૫ લીંબડી, તા. ૧૬-૧-૧૯૩૫ લીંબડી,તા. ૧૭-૧-૧૯૩૫ ચૂડા, તા. ૧૮-૧-૧૯૩૫ વિહાર મુ., તા. ૧૯-૧-૧૯૩૫ વિહાર મુ., તા. ૨૦-૧-૧૯૩૫ પાળીયાદ, તા. ૨૧-૧-૧૯૩૫ સરવા, તા. ૨૨-૧-૧૯૩૫ વીંછીયા, તા. ૨૩-૧-૧૯૩૫ લીલાવદર, તા. ૨૪-૧-૧૯૩૫ જસદણ, તા. ૨૫-૧-૧૯૩૫ આટકોટ, તા. ૨૬-૧-૧૯૩૫ નડાલા, તા. ૨૭-૧-૧૯૩૫ માયાપાદર, તા. ૨૮-૧-૧૯૩૫, માયાપાદર, તા. ૨૯-૧-૧૯૩૫ ખંભાળીયા, તા. ૩૦-૧-૧૯૩૫ રોજડી, તા. ૩૧-૧-૧૯૩૫ ગોંડલ, તા. ૧-૨-૧૯૩૫ ગોંડલ, તા. ૨-૨-૧૯૭૫ જેતપુર, તા. ૩-૨-૧૯૩૫ વડાલ, તા. ૪-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૫-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૬-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૭-૨-૧૯૩૫ જુનાગઢ, તા. ૮-૨-૧૯૩૫ વડાલ, તા. ૯-૨-૧૯૩૫ વડાલ, તા. ૧૦-૨-૧૯૩૫ વાવડી, તા. ૧૧-૨-૧૯૩૫ તોરી, તા. ૧૨-૨-૧૯૩૫ છુમવાવ, તા. ૧૩-૨-૧૯૩૫ આંકડીયુ, તા. ૧૪-૨-૧૯૩૫ અમરેલી, તા. ૧૫-૨-૧૯૭૫ સાલડી, તા. ૧૬-૨-૧૯૩૫ ખારા, તા. ૧૭-૨-૧૯૩૫ ખારા, તા. ૧૮-૨-૧૯૩૫ સોળલ, તા. ૧૯-૨-૩૫ ઘેટી, તા. ૨૦-૨-૩૫ પાલિતાણા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126